પપ્પા ની પરી બસ ફરીને જોઈલે તું એકવાર તારા પપ્પાને!
The Audio Version of ‘પપ્પા ની પરી’
પપ્પા ની પરી બસ ફરીને જોઈલે તું એકવાર તારા પપ્પાને!
The Audio Version of ‘પપ્પા ની પરી’
_____દા.ત. ૧) શરૂઆત કરો દરરોજ થી.. નાની નાની વાતો પેપર પર લખો. આજે આખા દિવસમાં તમારો શું શું કામ કરવા છે અને જે કામ રહી જાય next day સૌથી પહેલા પૂરા કરવા. આવી જ રીતે દર મહિનાના અને પછી દર વર્ષના goals નક્કી કરો અને બેસીને નક્કી કરો કે એને પૂરા કરવા તમને કઈ વસ્તુ કે વ્યક્તિ ની જરૂર છે , માના એટલું અઘરું નથી પણ આપણી આળસના કારણે આપણે આપણા ધ્યેયથી દૂર રહીએ છીએ.
_____૩) મારે એક letter લખવો છે તો એના માટે પેપર પેન જોઈશે અને તમે શોધીને લઈને બેસસો તો શરૂઆત automatic થઈ જશે.
_____All the best! તમારી wishes ની જરૂર મને પણ છે તો મને all the best કહેવાનું ભૂલતા નહી.
Thank you.
The Audio Version of ‘દર વરસનાં ધ્યેય નક્કી કરીએ’
મારી પ્રાર્થનાઓમાં પ્રભુ પાસે હંમેશા તને જ માંગી લઉ છું.
The Audio Version of ‘તને જ માંગી લઉ છું’
પ્રેમ તો હું પણ કરુ છું કાશ હવે તું સમજી જાય.
The Audio Version of ‘પ્રેમ તો હું પણ કરું છું’
મારી ‘મા’ એકદમ લાજવાબ છે.
મારી ‘મા’ મારો સહારો છે.
મારી ‘મા’ મારો ખુમાર છે.
મારી ‘મા’ મારા દરેક સવાલ ને જવાબ છે.
મારી ‘મા’ પાસે પ્રેમનો ખજાનો છે.
The Audio Version of ” મારી ‘મા’ ”
શેની જોઈ છે રાહ આપીને લઈલે નાનકડું સ્મિત.
The Audio Version of ‘નાનકડું સ્મિત’
_____કોઈને એક પ્રેમથી ભરેલો પત્ર , કોઈના સાથે મન દુ:ખ થયું હોય એની વાતો, આપણી ઇચ્છાઓ કે પછી આપણી દિનચર્યા…. શરૂઆત કરવી કોઈ પણ વાત માટે અઘરી હોય છે પરંતુ કર્યા પછી જે મનને ખુશી કે શાંતવના મળે છે એ ગજબની છે.
_____એક નાનકડી શરૂઆત કરો, તમારા માતા, પિતા,પતિ, પત્ની , બાળક કે પછી મિત્રને જન્મદિવસ પર એક નાનકડો પત્ર લખો . ઘણીવાર આપણે જે feelings બોલી નથી શકતા લખી સારી રીતે શકીએ છીએ. વિચાર કરો તમારા પત્રની ખુશીએ વ્યક્તિના ચહેરા પર . ક્યારેક કોઈ problem આવ્યો અને કોઈ રસ્તો નથી સૂઝતો તો એક પત્ર ભગવાનને લખી લો અને તમારા મંદિરમાં મૂકી દો.આજે નહી તો કાલે તમને એનો રસ્તો મળી જ જશે.
_____Day to day નું to-do list બનાવો, તો તમરી ટીવી જોવાની કે ફોનમાં ગપ્પા મારવાની આદત ઓછી થઈ જશે। અને તમારા તમામ કામ સમય પર સંપૂર્ણ પણ થઈ જશે. કોઈના પર આવેલો ગુસ્સો કે આપણા મનની અકળામણ લખી લેવાથી પણ મન શાંત થઈ જાય છે કારણ એ આપણે કાગળ અને પેન સાથે share કરી લીધો.
_____દરેક વાત હું મારા અનુભવથી કરું છું , નુકસાન કશે પણ છે જ નહી અને ફાયદા પણ ઘણા છે તો કેમ શરૂઆત ના કરવી ?
કોશિશ જરૂરથી કરજો।
Thank you.
The Audio Version of ‘થોડું કંઈક લખવાની આદત રાખીએ’
ઉદાસી તો આવે ને જાય જીવ તારે હસતા રહેવું,
રાગ આવે કે ના આવે ખુશીના ગીત તારે ગાતા રહેવું,
અબોલા કોઈના પણ હોય જીવ તારે બોલતા રહેવું,
રાત કેવી પણ કડવી હોય સવાર સુગંધિત બનાવતા રહેવું,
ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના હંમેશા યાદ કરતા રહેવું,
ઝઘડા તો વળી થયા કરે સ્વભાવને શાંત તારે રાખતા રહેવું,
કાલની ચિંતા છોડી આજને તારે માણતા રહેવું,
જો હોય થોડું તારી પાસે તો થોડું સોને આપતા રહેવું,
દિલ દુભાય કોઈનું તો જીવ તારે માફી માંગતા રહેવું,
જે આપીશું એ જ મળશે એ હકીકત માનતા રહેવું,
કંઈ નહી તો જીવ તારે સૌના પર ભારોભાર પ્રેમ વરસાવતા રહેવું.
The Audio Version of ” જીવ તારે”
થોડા હસમુખાને થોડા ભોળા પણ છે,
આજકાલ એ થોડા ચૂપચૂપ પણ છે,
આમ તો એ એકદમ શાંત છે,
ને ક્યારેક વાતોનો ખજાનો છે,
થોડા બાળક જેવા ને થોડા ગુસ્સાવાળા પણ છે,
એમના વિચારોથી એ ખૂબ મક્કમ છે,
મનથી થોડા હારી ગયા છે,
પણ જીતશે એનો નિશ્ચય કરી બેઠા છે,
દરરોજ સવાર કસરતથી શરૂ કરે છે,
મન થાય તો મળે એની સાથે ચેસ રમે છે,
નહીતર ટીવી સામે કલાકો વીતાવે છે,
કોઈ આવી જાય તો ખુશખુશાલ છે,
પણ એના જવાના ડરથી ભરાઈ જાય છે,
ચપલ વગર નીચે ઊતરે છે,
આવું છું તને મૂકવા રડતા બસ બેસી જાય છે,
કડક મારા પાપા મને જતાં જોઈ ખૂબ રડે છે,
જલદી આવજે બેટા ભરેલી આંખોથી બોલે છે,
શું તમારા પપા પણ કંઈ આવા છે?
The Audio Version of ‘પ્રેમાળ પિતા’
સફર જિંદગીના કંઈ સરળ નથી હોતા,
હમસફર મળી જાય તો અઘરા પણ નથી હોતા.
સવાર કંઈ હંમેશા રળિયામણી નથી હોતી,
બાજુમાં જો એ હોય તો કંઈ ઓછી રૂપાળી નથી હોતી.
મહેફિલમાં હોઈએ અને મોજ થાય જ એવું નથી હોતું,
એક જ વ્યકિત એવી મળે તો એકાંતની મજા કંઈ ઓછી નથી હોતી.
બધા જ ચાહે આપણને એવું જરૂરી નથી હોતું,
પણ એની લાગણીના હોય તો જીવન જીવન નથી હોતું.
એવી એક પળ નથી હોતી જેમાં તારા વિચારો નથી હોતા,
તારો પ્રેમ ક્યારેય કોઈના માટે ઓછો નથી હોતા.
સાથ આમ કંઈ જીવનમાં સૌનો જરૂરી નથી હોતો.
તારી ગેરહાજરીમાં દિલને દુ:ખ ઓછા નથી હોતા.
સફર જિંદગીના કંઈ સરળ નથી હોતા,
હમસફર જો તું હોય જિંદગીથી કોઈ વધારે અપેક્ષા નથી હોતી.
The Audio Version of ‘તારી સાથેનો સફર’