Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

જીવનભરની લાગણી

અચાનક ક્યાંક મળ્યા આપણે
પણ લાગ્યું વર્ષો જૂની ઓળખાણ થઈ..
આવી રીતે પણ કોઈ નજીક આવે,
દિલને શંકાઓ ઘણી થઈ..

દોસ્ત, સમય આપવાની તારી આદતે,
હૃદયના ઊંડાણમાં ખાસ જગ્યા તારી કરી ગઈ..
થોડી ઘડીઓ બેસીને સાથે આપણે,
સુખ દુઃખની વાતો ઘણી થઈ..

મસ્તીભરી સાંજો આપણી,
રોજની આદત જેવી બની ગઈ..
મિત્રતા તારી એવી ગમી કે,
બસ દિલમાં ઘર કરી ગઈ..

શું કહું કે આ સંબંધ શું છે,
વિશ્વાસની જાણે વાર્તા લખાઈ ગઈ..
માને કે ન માને પણ કહી દઉં છું આજે,
તારી સાથે જીવનભરની લાગણી બંધાઈ ગઈ..

જીવનભરની લાગણી – Audio Version

Share this:

અતૂટ ગાંઠ

શબ્દોમાં જાણે તું જ હોય,
ને મારા સૂરોમાં તું સંભળાય..
આંખો ખુલી હોય કે બંધ,
સપના મને તારા જ દેખાય..

કવિતા લખું કે પછી વાંચુ,
મારા મુખ પર બસ તું જ મલકાય..
કેટલુંય વ્યસ્ત રહું રોજ,
પણ આસપાસ મને તું જ દેખાય..

પ્રેમ થોડો પાગલ હોય,
એવો છે એકાંતમાં પણ લખાય..
લાખો આવે ને જાય,
નજરોમાં મારી બસ તું જ હરખાય..

 વાતચીત કદાચ થોડી ઓછી થાય,
અનકહયા શબ્દો પણ એકબીજાને સંભળાય..
તારી સાથે ગાંઠ કઈ છે એવી,
જે કદી પણ છોડે ના છોડાય..

અતૂટ ગાંઠ – Audio Version

Share this:

પાંચની હોય કે પચ્ચીસની

લગ્ન પછી પણ છે તું સાથે મારી,
દિલની ગહેરાઈથી, તું રહેશે હંમેશા અમારી..

મા દીકરી ને સખી પણ,
ઘણીવાર બની છે ટીચર પણ તું મારી…

સાથે કામ કરી સાથે હસીએ કે ઝઘડીોએ,
મૂંઝાવું જો રસ્તે હાથ પકડીને ચાલે છે મારી..

ભાઈની લાડલી ને રિષની જાન,
અભિમાન છે તું પરિવારના અમારી..

તું છે મારી ખુશી મારું શાન,
શ્વાસોશ્વાસની નળી છે તું અમારી..

પ્રીત,પાંચની હોય કે પચ્ચીસની,
રહેશે હંમેશા દિલમાં તું અમારી..

પાંચની હોય કે પચ્ચીસની – Audio Version
Share this:

સ્વીકાર કર

કાલને ભૂલી આજનો વિચાર કર,
મનને મનાવીને બસ સત્યનો સ્વીકાર કર.

ચઢાવ-ઉતાર તો આવે જીવનમાં,
રોજ એક નવી પરીક્ષાનો સામનો કર.

ભમતા ભટકતા લાચાર આ મનને,
ઘડીભર એકાંતમાં લાવી શાંત કર.

વીંટાળાયેલી ઘણી ગાંઠો છે અહીં,
એને ખોલવાની મહેનત ન કર.

જ્યાં તારી કિંમત દેખાતી નથી,
બસ એ રસ્તે હવે જવાનું બંધ કર.

લાગણીઓથી ભરપૂર છે તારું હૃદય,
પ્રેમની શરૂઆત બસ તું પોતાનાથી કર.

સ્વીકાર કર – Audio Version