ઋણાનુબંધ

સાંભળીને તારી વ્યથા,
નેત્રો મારા છલકાઈ ગયા.
લાગી એવી એક આગ,

જેમાં સંબંધો સળગી ગયા.

બે મિત્રો સમય જતાં,
અચાનક છૂટાં પડી ગયાં.
એક રાધા અને એક રંક,
શું એમાં જ વેરવિખેર થઇ ગયા?

પૈસાનો નશો ચડતા,
સાથ સૌના છૂટી ગયા.
અરે આજે છે કાલે નથી,
સમજાવતાં બસ સૌ થાકી ગયા.

વાંક તારો નથી એ દોસ્ત,
ઋણાનુબંધ આપણા પતી ગયા.
યાદોમાં તને રોજ મળીશ,
બસ જતાં જતાં કહેતા ગયા.

ભારોભાર લાગણી હોવા છતાં,
નજરો મારાથી ફેરવી ગયા.
કર્મોનો ઉદય થયો છે કહીને,
દિલને સાંત્વના આપતા ગયા.

Share this:

પપ્પા ની પરી

આવે હજાર ખુશીઓ ઘરમાં એ લઈને,
ભરપૂર પ્રેમથી એ નવડાવે સૌને,
રમતી કૂદતી બસ આજ એ મોટી થઈને,
લાડકી ઘણી લાગે ઘરમાં એ સૌને,
અચાનક કેમ ઊભી રહે છે આમ એ મોટી થઈને,
વખત આવી ગયો જવાનો મારો કહીને,
જતી રહે છે આમ જ આપણને એકલા એ મૂકીને,
યાદોથી આપણી દિવાલોને ચિત્રીને,
જશે આ ઘરને સાવ ખાલી કરીને,
આપી દઈએ પૂરેપૂરો સમય દીકરીને,
ઊભા હશું આપણે માત્ર હાથ ખોલીને,
કહેતા રહેશું એકવાર નહીં વારંવાર આપણે એને,
વળગીને રડી લેવાદે મને મન મૂકીને,

પપ્પા ની પરી બસ ફરીને જોઈલે તું એકવાર તારા પપ્પાને!

The Audio Version of ‘પપ્પા ની પરી’

Share this: