Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

કરીલે થોડી મસ્તી ને મજા

કરીલે થોડો આરામ જીવનમાં,
ભરીલે આનંદ ખૂબ મનમાં…
દોડધામ છે રોજ અહીં,
ભૂલી ના જતા જીવવાનું આ ધમાલમાં…

બેસીને એક દિવસ શાંત થઈ જરા,
સૂરજની કિરણોને માણીને નજરમાં…
લાવી દે મુખ પર થોડું સ્મિત,
ને ભૂલી જા હર દુઃખ હાસ્યના ખડખડાટમાં…

જરૂરી છે મહેનત દરરોજ અહીં,
થંભી જા થોડી આ ભાગમભાગમાં…
બેસીને મિત્રો સાથે હસી લે થોડું,
બનાવી ને યાદો સૌ સાથે અહીં રખડવામાં…

નાવ ન હોવી જોઈએ તણાવથી ભરેલી,
કરીલે થોડી મસ્તીને મજા જીવનમાં…
જિંદગી છે એ ખૂબ સુંદર સફર,
ભરી લે ખુશીથી સુગંધ હર પળમાં…

કરીલે થોડી મસ્તી ને મજા – Audio Version

Share this:

ક્યારે કંઈક આવું લાગે

કેમ અચાનક મન અશાંત લાગે,
બોલવા જેવી વાત હોય તો પણ મૌન રાખે..

હસવાનું મન ન કરે, રડવું પણ ન આવે,
કોઈ મને સમજતું જ નથી બસ એવું લાગે..

હજારો વિચારો એક સાથે ગુમતા રહે,
ને દિલની અંદર કંઈક ખાલી ખાલી લાગે..

કોણ જાણે કેમ કંઈક ગજબની અકળામણ થાય,
દિવસ ભારે અને રાત તો વળી કાળી લાગે..

ક્યારેક કંઈ કેમ એવું લાગે,
મન ખુદ થી જ રિસાયેલું લાગે..

ક્યારે કંઈક આવું લાગે – Audio Version

Share this:

એક મીઠી ભેંટ

તું સાથ આપે છે હું જાઉં જ્યાં જ્યાં,
હાજર હોય હંમેશા મને જરૂર હોય ત્યાં ત્યાં..

દિલ દયાળુ તારું કરે પ્રેમથી ભરેલી વાત,
લાગે તું મને મારી જિંદગીની એક આદત ખાસ..

વિના અપેક્ષા હોય હંમેશા તું ઉભો,
માત્ર મને ખુશ જોવાનો એક તારો ઇરાદો..

દુઃખી હોય જ્યારે પણ મન મારું,
ભરી દે છે હળવાશ મન તારું..

મારી દરેક વાતને હંમેશા ધીરજની સાંભળે,
ભલેને પછી તારી વાતોમાં હું હોઉં રવાડે..

લખું છતાં ભલેને મારી કોરી હોય સ્લેટ,
સાચે જ કુદરતે આપેલી તું છે એક મીઠી ભેંટ.

એક મીઠી ભેંટ – Audio Version
Share this:

બદલાવ

એક પળમાં ના બનવાનું બની ગયું,
બીજી જ પળમાં બધું સંધાઈ ગયું…

એક પળમાં વાતોની વ્યથા બની ગઈ,
અને બીજી જ પળમાં જોણે મહેફિલ સજાઈ ગઈ…

એક પળમાં આંખો અચાનક ભીની થઈ ગઈ,
બીજી જ પળમાં હાસ્ય સાથે દોસ્તી થઈ ગઈ…

એક પળમાં જ સંબંધોમાં ગેરસમજ થઈ ગઈ,
બીજી જ પળમાં મિત્રતા બંધાઈ ગઈ…

એક પળમાં જ જીવનને માણતા ગયા,
અને બીજી જ પળમાં ધબકાર છૂટી ગયા…

નીકી, હર પળમાં જિંદગીના તું બદલાવ જોતી ગઈ,
પછી કેમ હંમેશા પ્રશ્નોમાં કેમ ગૂંચવાતી ગઈ?

બદલાવ – Audio Version

Share this:

Happy Birthday માઁ

વિશ્વાસ તારો કદીએ ડગ્યો નહીં,
 ને સાથ તારો કદીયે છૂટ્યો નહીં માઁ

માંગણી તે ક્યારે કોઈ કરી નહીં
ને આપવાની આદત તારી ગઈ નહીં માઁ

કેટલીય  વાતો ગળી જતી કંઈ કહેતી નહીં,
 આંખોમાં કોઈના કદી આંસુ જોઈ શકતી નહીં માઁ

 તકલીફો કદી તારી બોલતી નહીં
ને દુઃખમાં પણ હસવાનું ભૂલતી નહીં માઁ

તારા જેવું કોઈ હોય એવું શક્ય છે જ નહીં
બસ માથા પરથી હાથ કારો કદી છૂટે નહીં માઁ

શબ્દો મારા કદાચ ઓછા પડી જશે
પણ તારી લાગણી કદીએ કોઈના માટે ઘટી નહીં માઁ

Happy Birthday માઁ

Happy Birthday માઁ – Audio Version
Share this:

Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170