કાગળનાં બે ટુકડા

એક સાબિતી તને હંમેશા,
મારે કેમ વળી આપવી પડે?
કેટલો પ્રેમ કરું છું,
એની શું કંઈ માહિતી આપવી પડે?
વીતાવેલી દરેક પળો મારા માટે,
માનિતી છે એની શું ખાતરી આપવી પડે?
આંખો મારી બધું બોલતી હોય,
શબ્દોથી શું રોજ તને સમજાવવી પડે?
ઝઘડાં તો દરેકના જીવનમાં થાય,
એના કારણે શું છૂટાં આપણે પડવું પડે?
લાગે છે ગમતી નથી હવે હું તને,
માટે જ શું તારે રોજ બહાના શોધવા પડે?
મોકલાવી દીધા કાગળનાં બે ટુકડા એણે,

ના કરવી હોયતો પણ શું મારે શાહી કરવી પડે?

The Audio Version of ‘કાગળનાં બે ટુકડા’

Share this:

ક્ષણે ક્ષણ જીવી લઈએ

સમયને વળગીને આ ક્ષણને જીવી લઈએ,
એકવાર નહીં વારંવાર કીધુ ચાલોને જીવી લઈએ!

દલીલોને તરકો ખૂબ કર્યા થાક હવે ભાઈ,
સરળતાથી સૌ સાથે જીવી લઈએ!

કુદરત સાથે કેટલી કરી રમત આપણે,
થોભી જા દોસ્ત દિલથી હવે જીવી લઈએ!

અનુભવીને આ એકાંતના દિવસો,
મળતી શાંતિમા જીવી લઈએ!

શું મેળવવા આટલું દોડ્યા આપણે,
જે છે બસ હવે એમાં થોડું જીવી લઈએ!

કોરોના એ ભલે કર્યો કહેર જગ સાથે,
મળેલો આ સમય પરિવાર સાથે જીવી લઈએ!

હું નહીં આપણે બધાં જ થંભીને,
આ સમયને વળગીને ક્ષણે ક્ષણ જીવી લઈએ!

The Audio Version of ‘ક્ષણે ક્ષણ જીવી લઈએ’

 

Share this:

પ્રિયતમ 

શણગાર કરી લીધા તારી આવવાની ખબરમાં,
કરાવી લીધી તૈયારીઓ મેં ગજબના હરખમાં,
વાનગીઓ બની આજે બધી આજે તારા જ સ્વાદમાં,
શણગાર્યા છે ફૂલોથી ગલી ખૂંચા તારા આવકારમાં,
ગાલીચો પાથરયો લાલ રંગનો તારા પ્રવેશમાં,
નાચી રહ્યું છે નગર આજે સારા સમાચારમાં,
ને ઝૂમી રહી છું હું કંઈક અલગ જ તાનમાં,
પ્રિયતમ બધું જ થતે જો હું ના હોતે મારી જ કબરમાં,

લઈને જઈ રહી છું મારા દરેક સપના હવે એક સફેદ ચાદરમાં.

The Audio Version of ‘પ્રિયતમ’

 

Share this:

કંઈક બાકી છે

રોજ મળીએ પણ રહી જાય વાત કરવાની,
છૂટાં પડતા જ લાગી જાય, કંઈક બાકી છે.
સાચું બોલતા જો શબ્દો અટકી જાય,
ને ઝૂઠ દેખાયા જ લાગે, કંઈક બાકી છે.
લખેલા પત્રોમાં ભારોભાર લાગણી છે,
જો તું ના સમજે તો, કંઈક બાકી છે.
વિશ્વાસ કરયો અતૂટ એકબીજા પર,
પણ જો પ્રશ્ન થાય તો, હજુ કંઈક બાકી છે.
હાથ પકડીને બેઠા હોઈએ જો સાથે,
ને ધ્યાન બીજે હોયતો, કંઈક બાકી છે.
પ્રેમનો સંબંધ ભલેને મજબૂત હોય,

પણ જો સાબિતી આપવી પડે તો, હજુ કંઈક બાકી છે.

The Audio Version of ‘કંઈક બાકી છે’

Share this: