સમજ

સ્વભાવ થી હું શાંત નથી,
છતાં કયારેક ચૂપ થઈ જાઉં છું.

જ્યાં મજા ના આવતી હોય,
ત્યાંથી હું થોડી ખસી જાઉં છું.

હંમેશા ‘હા‘ પાડતી હતી,
પણ હવે ‘ના‘ પડતા શીખી ગઈ છું.

પારકી પંચાતમાં મજા નથી,
માટે જ ત્યાંથી ઊભી થઈ જાઉં છું.

લોકોની ચિંતા ખૂબ કરી,
મારી જિંદગી હવે મારી રીતે જીવી લઉં છું.

બીજા ભલે ઓળખે કે ના ઓળખે,
હું મને બરાબર સમજી જાઉં છું.

કોઈ કહે છે નફ્ફટ ને કોઈ કહે છે નટખટ,
એનાથી હવે હું પર થતી જાઉં છું.

The Audio Version of ‘સમજ’

 

Share this:

માનવ

લગાડી આગને દિલોમાં,

ઠંડીની શોધ કેમ ખરે છે માનવ.

રડાવીને સારા જ સ્નેહીઓને,
હસવાની અપેક્ષા શાને રાખે છે તુ માનવ.

દુભાવીને દિલ પ્રિયજનો નાં,
ખુશી ની આશા સાવ ખોટી છે માનવ.

આંસૂ લૂછવા કંઈ અઘરા નથી,
થોડી હૂંફ આપીને તો જો માનવ.

લઈ લઈને બધું બેઠા છીએ,
મુઠ્ઠી ખોલી થોડુ આપી દે હવે માનવ.

દિલ જીતવા કંઈ અઘરા નથી,
પ્રેમ ના બે શબ્દ બોલી દે હવે તું માનવ.

હારીને એકવાર હસીલે,
જીતાડવાની ખુશી કંઈ અલગ જ હોઈ છે માનવ.

Share this: