ક્રોધ માત્ર કડવાશ ભરે છે

_____આમ જોવા જઈએ તો સૌથી સરળ પણ અને સૌથી અઘરો પણ આ વિષય છે. ગુસ્સો દરેકના સ્વભાવમાં થોડા કે વધુ પ્રમાણમાં હોય છે. ઘણા ક્યારેક એના પર કાબૂ રાખી શકે છે તો ઘણાને વાત વાતમાં ગુસ્સો આવે છે. એકવાત બધાને મારે પૂછવી છે, જ્યારે કોઈ તમારી સાથે અણગમા કે ઊંચા અવાજે કે પછી ગુસ્સામાં વાત કરે તો શું તમને ગમે છે? ના, દરેકનો એ જ જવાબ હશે અને મારો પણ એ જ જવાબ છે.

_____મારા માટે પણ ખૂબ અઘરું છે આ ગુસ્સાને જડમાંથી કાઢવું , પરંતુ પ્રયત્ન જરૂર કરીશ કારણકે સૌથી વધુ નુકસાન એમા મારુ જ છે. ક્રોધ માત્ર કડવાશ ભરે છે. એનાથી દિલ દુ:ખે છે, સંબંધો તૂટે છે અને લાગણીઓ દુભાય છે. જો આટલું બધુ નુકસાન હોય તો સૌએ મળીને આ ગુસ્સા પર કાબૂ લાવવો જોઈએ. જ્યારે પણ જો અણગમતી વસ્તુ બને કે કોઈ બોલે અને જો આપણે થોડા શાંત રહી એનો ઉપાય શોધી લઈએ તો દિલ દુ:ખતા નથી અને સંબંધો તૂટતા નથી.

_____હું અને તમે બધા જ સમજીએ છીએ ક્રોધ સૌથી વધુ નુકસાનકારક પોતાના માટે જ છે, સામેવાળાને તો પછી અસર કરશે અને ક્યારેક નહી પણ કરે. આપણે શાંત રહીશું તો સમોવાળા પાસે શાંત થવા સિવાય કોઈ રસ્તો રહેશે જ નહીં. મારો પ્રયત્ન ચાલુ છે, દિલથી ચાહું છું દરેક વાંચનાર મારી સાથે જોડાય અને આપણે સાથે પ્રયત્ન કરીએ કે જેટલા બને એટલા આ ક્રોધની કડવાશથી દૂર રહીશું અને શાંત રહેવાનો અચૂક પ્રયત્ન કરીશું.

Thank you.

The Audio Version of ‘ક્રોધ માત્ર કડવાશ ભરે છે’

 

Share this:

લાગણીનો દરિયો

તમે હૃદયથનાં ઊંડાણમાં વસ્યાછો એવા કે,
યાદનાં સ્પર્શથી અશ્રુઓ છલકાઈ છે.

પ્રેમથી ભરેલા છો એવા કે,
પ્રેમની પ્યાસથી દરિયા છલકાઈ છે.

ગુણોનાં ભંડાર છો એવા કે,
અવગુણો અમારા શરમાઈ છે.

લાગણી તમારી અમો સર્વ પર,
હૃદયને ગદગદીત કરી જાય છે.

રણકતો અવાજ અને હાસ્ય તમારું ,
જીવવાનું કારણ બની જાય છે.

તમને યાદ કરું કે ના કરું પપ્પા,
તમારો લાગણીનો દરિયો મને રોજ એક વાર હસાવી જાય છે.

The Audio Version of ‘લાગણીનો દરિયો’

 

Share this:

હકીકત

આમ જ લોકો જીવનમાં હોય છે મળતાં,
જે મળે છે કંઇ બધાજ પોતાના નથી હોતાં.

કહીતો દે છે હંમેશા સાથે હતાં,
પણ જરૂરના સમયે કેમ ઉભા નથી હોતાં.

વિશ્વાસ બધાં પર કરી નથી શકતાં,
પણ જેના પર કરીએ એ લાયક નથી હોતાં.

“ઘા” આપણાંનાજ હોય છે એવા વાગતાં,
કે સહન કરી શકીએ એવા નથી હોતાં.

ડરતી નથી ક્યારે કોઇનાથી હું કંઇ સાચું કહેતા,
સાચેજ,
આપણાં કહીએ એજ આપણાં નથી હોતા.

The Audio Version of ‘હકીકત’

 

Share this:

ગઈકાલ

ઝડપી થોડી વિચારોની ધાર હતી,
મન થોડું ઉદાસને થોડી બેચેની હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.

કોઈ સાથે થોડી અનબન થઈ હતી,
વીતતી દરેક પળો થોડી ભારે હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.

આંસુની ધાર થોડી જોરમાં હતી,
કારણ તે વ્યકિત ખૂબ ખાસ હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.

વાંક કોનો હતો એની વાત જ નહોતી,
સંબંધોમાં પડતા તિરાડની શરૂઆત હતી,
ગઈકાલ થોડી ખરાબ હતી.

The Audio Version of ‘ગઈકાલ’

 

Share this: