હું ખુદને ભૂલી જાઉં છું

કરતા કરતા પ્રેમ તને,

હું મને જ ભૂલી જાઉં છું.

તારી દરેક ખુશી માટે,
થોડી ગાંડીઘેલી થઈ જાઉં છું.

તારા નાના કોમળ હાથો માં,
મારું જીવન જીવી જાઉં છું.

બાળપણની વાતો તારી,
યાદોમાં વસાવતી જાઉં છું.

ઊંઘના આવે ક્યારેક,
વળગીને તને સૂઈ જાઉં છું.

ઢપકો ક્યારેક તને આપું તો,
એકલામાં ધ્રૂસકે ધ્રૂસકે રડી જાઉં છું.

સપનાઓ જ્યારે તૂટે મારા,
તને જોઈ હિમંતથી ઊભી થઈ જાઉં છું.

કરું છું એટલો પ્રેમ તને કે,
હું ખુદને ભૂલી જાઉં છું.

The Audio Version of ‘હું ખુદને ભૂલી જાઉં છું’

Share this:

કાયમ

આંખોને બંધ રાખી બેઠા હોઈએ છીએ કાયમ,

માટે જ અધૂરા રહી જાય છે સપનાઓ કાયમ!

જોઈ નથી શકતા સારાઈ કોઈ બીજામાં,

હું જ સાચો માની લીધું છે કાયમ!

જગમાં બધા આટલા સુખી હું જ કેમ દુઃખી,
ત્યાંજ તો વળી બળતરા મનમાં થાય છે કાયમ!

કરી દલીલો આખો દિવસ વધારીએ છીએ વાતોને,
આમ જ તો દુખાવીએ છીએ દિલ સૌના કાયમ!

આપીને નામ ધર્મનું સળગાવે છે આગ લોકો મનમાં,
ત્યાંજ કોઈ રહી જાય છે માનવ વચ્ચે ભેદભાવ કાયમ!

થોડું નમીએ ને શાંત થઇને જે બેસી જઈએ,
વસી જઈશું તો જ પ્રેમથી એકમેકના મનમાં કાયમ!

Share this:

જરા મુશ્કેલ છે

પહેલી જ નજરે હું તને ગમું જરા મુશ્કેલ છે,
મારો વાંકના હોય ને નમું જરા મુશ્કેલ છે!

ઢળતી સાંજે રાખી તારો હાથ મારા હાથમાં,
રોક મૂકવી મારા દિલ પર જરા મુશ્કેલ છે!

ઠંડા પાણીમાં પગ બોળીને નદી કિનારે બેસી,
તારા સ્પર્શ થી દૂર રહેવું જરા મુશ્કેલ છે!

આવી જાય તું અચાનક જો મારી સામે,
લાગણી મારી છુપાવવી જરા મુશ્કેલ છે!

તું નથી ને સારી યાદમાં આમ ગઝલ સર્જાય,
એ દુ:ખને હળવું કરવું જરા મુશ્કેલ છે!

The Audio Version of ‘જરા મુશ્કેલ છે’

 

Share this: