Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

પુસ્તકોનું મહત્વ અને વાંચનના ફાયદાની વાતો

_____હું પણ પુસ્તકોથી ઘણી દૂર હતી,વાંચનનો જરા પણ શોખ નહોતો પણ પુસ્તકો જ્યારથી મારા મિત્ર બન્યા કે હું પુસ્તકોની મિત્ર બની ત્યારથી ક્યારે પણ એકલી પડી નથી. કેટલું પુસ્તકોનું મહત્વ છે તેની સાથે મિત્રતા કર્યા પછી જ સમજાયુ. જાણું છું શરૂઆત જ અઘરી છે, પરંતુ શરૂ થયા પછી અટકવું અઘરું છે.

શરૂઆત કરવાની કળા: 
1. તમને મન ગમતો વિષય નક્કી કરો.
2. મનગમતા વિષયની એક પુસ્તક ખરીદી લો કે કોઈની પાસે માંગી લો.
3. નક્કી કરો દરરોજ ૫ થી ૧૦ પાનાનું વાંચન કરીશ. (It is very easy, try it)
4. નક્કી કરેલા સમય પર પુસ્તકને સંપૂર્ણ કરો.5. વાંચન કરવું અઘરું લાગે તો હવે ઘણી પુસ્તકો audible માં પણ મળે છે, જેને તમે સાંભળી પણ શકો.

વાંચનના ફાયદા:
1. તમને તમારા માટે સમય મળશે.
2. નવું નવું જાણવા મળશે.
3. તમને ક્યારે પણ એકલપણું નહી લાગે.
4. મન શાંત રહેવા માંડશે.
5. સૂતા પહેલા વાંચન કરવાથી સરસ ઊંઘ આવશે.
6. તમારી એકાગ્રતા વધશે.
7. ચિંતાનું પ્રમાણ ઘણું ઓછું થશે.
8. લખવાની કળા પણ ઘણી વધશે.
9. વિચાર શક્તિ અને યાદ શક્તિ પણ સારી રહેશે.
10. આ એક ખૂબ જ મહત્વનું investment છે.

_____મારી શરૂઆત વખતે ૨ મહિનામાં એક પુસ્તક વાંચતી હતી પણ હવે એક મહિનામાં લગભગ ૨ થી ૩ પુસ્તક વાંચી શંકુ છું. Audiable માંથી ચાલવા જાઉં ત્યારે કે travelling કરતી હોઉં ત્યારે પણ સાંભળતી હોઉં છું. ભાષા પર પણ ઘણો સુધારો થાય છે અને નુકસાન કંઈ છે જ નહીં તો શા માટે રાહ જોવી જોઈએ, નક્કી કરો કે થોડું થોડું પણ વાંચીશું .

BETTER LATE THAN NEVER.

The Audio Version of ‘પુસ્તકોનું મહત્વ અને વાંચનના ફાયદાની વાતો’

 

Share this:

પાગલપન

કેમ રચું હું કવિતા આજે,
ખૂટી પડયા છે શબ્દો મારા,
અટવાઈ તારી યાદોમાં એવી કે,

રહી ગયા તમામ મારા કાગળ કોરા.

દિવસ પણ સૂની રાત પણ સૂની,
થંભી ગયા છે શ્વાસોશ્વાસ જાણે મારા,
પડી રહ્યા છે પડઘા જ કાને,
ખાલી થઈ ગઈ છે સભા સાવ મારી.

ધ્રુસકે ધ્રુસકે રડીને હું થાકી,
સુકાઈ ગઈ છે અશ્રુની ધાર મારી,
તૂટ્યા સપના છૂટ્યો સાથ,
બેહાલ થઈ છે જીંદગી મારી.

પાગલ બનીને ભટકુ હું એવી,
બસ વાંચીલે હવે વ્યથા તું મારી,
અંતિમ ઇચ્છા આ ઘાયલ દિલની,
કાશ પીગળી જાય મનની ડોર તારી.

Share this:

કહે છે ‘મા’ મને

તારું નાનપણ રોજ યાદ કર્યા કરું છું,
તને રોજ મોટો થતાં જોયા કરું છું.
આવતાં બદલાવનો અનુભ​વ કર્યા કરું છું,
પણ વસે છે મારો જીવ તારામાં તને કહ્યા કરું છું.

તારી સાથે દલીલો રોજ હું કર્યા કરું છું,
ને ગુસ્સાને પણ તારા અપનાવ્યા કરું છું.
લોકો કરે છે સારી સારી વાતો તારી ને મનથી હું મલકાયા કરું છું,
મમ્મીનો છે દીકરો એમ કહી હરખાયા કરું છું.

મારા આપેલાં સંસ્કાર રોજ તારામાં જોયા કરું છું,
વડીલોને માન ને નાનાને પ્યાર કરતા જોઇ ખુશ થયાં કરું છું.
જેવો છે એવોજ રહેજે મારાજ મનમાં હું કહ્યાં કરું છું,
તું મારો છે એનું થોડું અભિમાન કર્યા કરું છું.

કોમળ તારા હૃદયમાં ભરપૂર પ્રેમ હું જોયા કરું છું,
મદદ કર​વા સૌથી આગળ તને જોઇ તારું માન કર્યા કરું છું.
પરિવાર સર્વસ્વ છે તારું એ જોઇ ગદ ગદ થયા કરું છું,
કહે છે મા મને, ને રોજ તારા પ્રેમમાં હું નાહ્યા કરું છું.

The Audio Version of ‘કહે છે ‘મા’ મને

 

Share this:

સખી

આમ કંઈ આપણે રોજ મળતા નથી,
પણ તારી યાદ વગર દિવસ જતા નથી.
આમ કંઈ આપણે રોજ વાત કરતા નથી,
પણ મળીએ ત્યારે વાતો આપણી ખૂટતી નથી.
વિચારો હંમેશા આપણા કંઈ મળતા નથી,
છતા મજા કંઈ આપણે ઓછી કરતા નથી.
એવું નથી કે ઝઘડા આપણા થતા નથી,
પણ ઝઘડ્યા પછી ક્યારેય ચેન પડતું નથી.
અબોલા આપણા કંઈ ટૂંકા હોતા નથી,
એવી એક પણ રાત નથી ત્યારે આપણે રડયા નથી.
અરે મિત્રોની મહેફિલ રોજ રોજ મળતી નથી,
પણ થાય ત્યારે ધમાલ આપણે ઓછી કરતા નથી.
તું ખૂબ ખાસ છે એ વાતમાં કોઈ મિલાવટ નથી,

સખી, તારી ખુશી સિવાય પ્રભુ પાસે કોઈ માંગણી કરી નથી.

The Audio Version of ‘સખી’

Share this:

Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170