મૌન

આજે એક અક્સમાત બન્યો,
અને હું થોડી સ્તબ્ધ થઇ ગઈ.

શબ્દોની મારામારી એવી બની,
ને સંબંધો સાથે અથડાઈ ગઈ.

દિલ અને દિમાગ સામે,
લડતા લડતા હું ડગમગાઈ ગઈ.

અકળામણ જયારે પોતાના સાથે બની,
ક્ષણભર માટે હું બસ ભાગી ગઈ.

રસ્તો પકડ્યો મેં જ્યારે શમતાનો,
ખુદમાં જ થોડી અલોપ થઇ ગઈ.

મન થયું મારું શાંત અને હળવું,
જ્યારે મિત્રતા મારી ‘મૌન’ સાથે થઇ ગઈ.

The Audio Version of ‘મૌન’

 

Share this:

ઉંમર થઈ ગઈ

આજકાલ થોડું ભૂલી જાઉં છું,
તો કહી દે છે ઉંમર થઈ ગઈ.

રંગ બદલાઈ જાય છે વાળનો,
હસતા હસતા કહી દે છે ઉંમર થઈ ગઈ.

થોડો જો દુખાવો કસે થાય,
હું જાતે જ કહી દઉં છું ઉંમર થઈ ગઈ.

આંખો પર ચશ્મા દેખતા જ,
બોલાઈ જાય છે ઉંમર થઈ ગઈ.

ચાલતા ચાલતા ક્યારેક પાછળ રહી જાઉં છું,
બેસીને જાતે જ કહી દઉં છું ઉંમર થઈ ગઈ.

મારી સાથે રોજ કંઈક આવું થાય છે,
શું સાચે મારી ઉંમર થઈ ગઈ?

જીવનને મજાથી જીવું છું,
ભલે ને પછી ઉંમર થઈ ગઈ. 😊

The Audio Version of ‘ઉંમર થઈ ગઈ’

 

Share this: