કહી દે તો સારું

સાંભળવું છે તારી પાસે ઘણું,
બે ઘડી વાત કરીલે તો સારું..

લાગણી ભલેને કેટલી પણ હોય,
 થોડી દેખાડી જાય તો સારું..

અચાનક આમ ગુમ થઈ જવું,
ક્ષણભર આવીને મળી જાય તો સારું..

લોકોની વાતો બહુ સાંભળી હવે,
સંબંધો સંભાળી લઈએ તો સારું..

નારાજગીતો પોતાનાથી જ થાય,
પણ કારણ કહી દે તો સારું..

ઋણાનુબંધ પુરા થયા આપણા,
બસ હવે મનથી દૂર જવા દે તો સારું..

કહી દે તો સારું – Audio Version
Share this:

આદત છે મને..

કહી દઉં દિલની એક વાત તને,
તારા બનીને રહેવાની આદત છે મને..

જાણું છું, ઓછું બોલે છે તું,
છતાં તારા માટે કવિતા લખવાની આદત છે મને..

ભલેને થોડો ગુસ્સા વાળો છે,
પણ તારી સાથે હસવાની આદત છે મને..

જાણું છું કંઈક અલગ છે તું,
એટલે જ તો તારી સાથે સપના જોવાની આદત છે મને..

તને ખબર હોય કે ન હોય,
હવે તારી સાથે જીવવાની આદત છે મને..

આદત છે મને.. – Audio Version
Share this:

મને ગમે છે


કારણ વગરની વાતો તારી,
સાંભળવી મને ગમે છે.

કહેલા તારા ટુચકાઓ પર,
હસવાનું મને ગમે છે.

પૂછે છે જ્યારે સારવાર મારી,
 ચિંતા તારી મને ગમે છે.

કંઈક સમજવા કલાકો વિતાવે,
ત્યાં સમતા તારી મને ગમે છે.

પ્રશ્નોથી ઘેરાયેલી હોઉં ત્યારે,
હાજરી તારી મને ગમે છે.

અપેક્ષા વગરની મિત્રતા તારી,
હંમેશા મારા દિલને ગમે છે.

મને ગમે છે – Audio Version
Share this:

તું મને સમજી જજે

ચાલતી ચાલતી ક્યારેક થાકી જાઉં જો,
હાથ પકડીને મંજીલે મને લઈ જજે ..

વાતો કરતા ક્યારેક પણ અટકી જાઉં જો,
 બોલીને કંઈક વાતાવરણ હળવું કરી જજે ..

આંખોમાંથી અચાનક આંસુ આવી જાય જો,
ખભો બની મારો સહારો બની જજે ..

રાતો મને ક્યારેક લાંબી લાગે જો,
મારી સાથે થોડો સમય વિતાવી જજે..

જીવનની જ્યારે આખરી પળો હોય જો,
વળગી મને વિદાય તું આપી જજે ..

સાથ તો મને તારો જ જોઈએ છે જો,
કહું કે ના કહું બસ તું મને સમજી જજે..

તું મને સમજી જજે – Audio Version
Share this:

પપ્પા કોને કહેવાય

જ્યારે પણ જરૂર હોય સાથે જ દેખાય,
હંમેશા માત્ર પ્રેમ જ આપે એને પપ્પા કહેવાય.

કોઈ કંઈ પણ બોલે તો ચૂપ થઈ જાય,
હસતા હસતા સાંભળી લે એને પપ્પા કહેવાય.

આખી રાતો જાગી ચિંતા કરતા જાય,
બધા ખુશ રહે જે ઈચ્છે એને પપ્પા કહેવાય.

સસ્તી વસ્તુ પોતાના માટે શોધતા જાય,
 બાળકોને ગમતી અપાવે એને પપ્પા કહેવાય.

ભૂલ ના હોય તો પણ માફી માંગતા જાય,
મોટું દિલ રાખી સૌને વળગી લે એને પપ્પા કહેવાય.

 તબિયતથી હંમેશા ભલે ઝઝૂમતા જાય,
ઊભા રહે થાંભલાની જેમ પરિવાર માટે બસ એનેજ પપ્પા કહેવાય.

પપ્પા કોને કહેવાય – Audio Version
Share this: