Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

દેખાદેખીથી દુ:ખી જ થવાય છે

_____માણસજાતનો આ સ્વભાવ પડી ગયો છે, પોતાની પાસે શું છે એના કરતા બીજા પાસે શું છે…. એમા વધુ રસ હોય છે. આપણા બધાની જ વાત કરું છું . સાચું તે ખોટું ? અને અંતે વિચારો શું મળે છે, આનંદ કે પછી દુ:ખ? જયા સુધી આપણે એ વસ્તુ ના લઈએ ત્યાં સુધી આ ચંચળ મન એમા જ ભમ્યા કરે છે.

_____બસ ત્યાં જ આપણી માંગણીની શરૂઆત ચાલુ થઈ જશે. આની પાસે BMW છે, મારે પણ એવી જ ગાડી જોઈએ છે. કેમ? આપણા garage માં ત્રણ ગાડી પડી હશે પણ એને લીધી એટલે હવે મારે પણ લેવી છે. આ વસ્તુ મોટા ભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આવું કરવાથી આપણમાં ઈર્ષા આવે છે, લોભ અને લાલચ આવે છે. અરે શું સાચે આ બધી પુદ્દગલ વસ્તુઓ માટે આ બધી ખરાબ આદતો જરૂરી છે? દેખાદેખી દુ:ખી જ કરે છે અને એનાથી આપણા સ્વભાવમાં ખરાબ પરિવર્તન આવે છે.

_____જે આપણી પાસે છે એને માણીએ અને ખુશ રહીએ તો સ્વભાવ પણ શાંત રહે છે. સંતોષી જીવ દરેકને ગમે છે. તમે જાતે જ નક્કી કરો મનના અશાંતિ વધારવી છે કે હમેશાં મોજમાં રહેવું છે.

Thank you.

The Audio Version of ‘દેખાદેખીથી દુ:ખી જ થવાય છે’

Share this:

પ્રેમ નો રંગ

થામયો છે હાથ તારો,
હવે કદીના છોડીશ.
જીવનભરનો સાથ આપણો,
દિલથી હું નિભાવીશ.

સુંદર સોહામણા શબ્દોને હું ,
આમ જ સૂરોમાં પૂરોવીશ.
તારી લાગણીઓને હું ,
મારી કવિતાઓમાં સજાવીશ.

સપના જોતા તારા હું,
હવે કદી ના થાકીશ.
તારા નામની ચૂંદડી ,
જન્મો જન્મ હવે ઓઢીશ.

જવાબના આવે ત્યાં સુધી,
હું કાગળ આમ જ લખીશ.
રાહ જોતા જોતા મૃત્યુ પણ આવે,
હસતા હું એને અપનાવીશ.

કહી દઉં છું તને,
હવે કદીના હું હારીશ.
મારા પ્રેમના રંગમાં ,
રોજ તને રંગાવીશ.

The Audio Version of ‘પ્રેમ નો રંગ’

 

Share this:

નસીબ

લખવું છે પણ મારા વિચારો ડગે છે,
દેખી આજુબાજુની ઈર્ષા મન મારુ ભમે છે,
ક્યારેક બાળકોમાં આટલું અંતર કેમ લોકો કરે છે,
જોઈ આજ ભેદભાવ મન મારુ રડે છે,
નથી જવું આ રસ્તે પણ પગ ત્યાં જ વળે છે,
કેમ આ વાતો મને આટલી નડે છે,
લખવું છે કંઈ સારું પણ શબ્દો મારા ડગે છે,
ક્યારેક સુખની શોધમાં રસ્તામાં દુ:ખ જ આમ મળે છે,
કેટલું પણ કરીએ થોડું ઓછું પડે છે,
પ્રશંસાના રસ્તામાં સાલુ નસીબ કાચું પડે છે.

The Audio Version of ‘નસીબ’

 

Share this:

સ્વીકાર

ક્યારેક સરળ હોય છે,
ક્યારેક અઘરૂં હોય છે,
પણ પરિસ્થિતિ સ્વીકારવું ,
ખૂબ જ જરૂરી હોય છે.

હસીને જીવનને જીવી લે,
કે રડીને એને જીવી લે,
જે પણ પરિસ્થિતિ આવે,
એને હિંમતની સ્વીકારી લે.

કેટલાય ધમપછાડા કરી લે,
કે આ સમયને પ્રેમથી અપનાવી લે,
બધું તારા પર જ છે,
કેમ તું પરિસ્થિતિને સ્વીકારી લે.

મનથી પોતાને સંભાળી લે,
ખુદ પર વિશ્વાસ કરી લે,
સમય જરૂરથી બદલાશે,
બસ તું આજનો સ્વીકાર કરી લે.

મનને થોડું શાંત કરી લે,
થોડું તું ધ્યાન કરી લે,
અઘરૂં આજે જરૂરી છે,
પણ આમ જ તું પરિસ્થિતિને સ્વીકારી લે.

ક્યારેક સરળ હોય છે,
ક્યારેક અઘરૂં હોય છે,
પણ પરિસ્થિતિ સ્વીકારવું ,
ખૂબ જ જરૂરી હોય છે.

The Audio Version of ‘સ્વીકાર’

Share this:

Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170