મિત્રોની ટોળી

આજે અમારી સવારી મજા કરવા ઉપડી,
એક દુનિયાથી નીકળી અલગ દુનિયામાં ઉપડી.

ઘરબાર છોડી બસ ધમાલ કરવા ઉપડી,
આજે અમારી સવારી મજા કરવા ઉપડી.

દરિયાની લહેરોમાં ડુબકીઓ મારવા ઉપડી,
ને ગગનની ઊંચાઈઓને સ્પર્શવા ઉપડી,
આજે અમારી સવારી મજા કરવા ઉપડી.

બધું ભલેને મૂકીને ઉપડી પણ
કેમેરાને સાથે લઈને ઉપડી,
ખાવા પીવાને નાચવા ઉપડી,
આજે અમારી સવારી મજા કરવા ઉપડી.

સુખ દુ:ખ સૌ દૂર મૂકીને ઉપડી,
માત્ર સાથે પ્રેમ લઈને ઉપડી,
મિત્રોની ટોળી ફરવા ઉપડી,
હાસ્યની થેલીઓ સાથે લઈને ઉપડી.

આજે અમારી સવારી મજા કરવા ઉપડી,
એક દુનિયાથી નીકળી અલગ દુનિયામાં ઉપડી.

The Audio Version of ‘મિત્રોની ટોળી’

Share this:

ચલને તને પ્રેમ કરી લઉં

નાનકડી એક વાત કહી દઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં .

આંખોને થોડી ઠંડક આપી દઉં,
તને જોઈને જરા શ્વાસ લઈ લઉં.

જિંદગીના સુખ દુ:ખ તારી સાથે માણી લઉં,
તારી છાયામાં આ જીવન જીવી લઉં.

કદી ના તૂટે એવી કસમ આપી દઉં,
બસ તારી માટે આ દુનિયાથી લડી લઉં.

નાનકડી એક વાત કહી દઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં.

રોજ તારી સાથે થોડી ગુપચુપ કરી લઉં,
તારી એજ વાતોમાં મારી સાંજો પૂરી લઉં.

બેસ મારી પાસે જરા તને સ્પર્શ કરી લઉં,
તારા હાથોમાં હાથ આપી આ જિંદગી પસાર કરી લઉં.

નાનકડી એક વાત કહી દઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં.

ઠંડી ઠંડી રાતોને તારી યાદોથી ભરી લઉં,
સપનામાં તો આવીને મળીજા, મારા દિલની વાત કહી દઉં.

તને ખોવાનાં ડરથી કેમ દૂર જતી રહું,
ચલને હવે તને પ્રેમ જ કરી લઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં.

The Audio Version of ‘ચલને તને પ્રેમ કરી લઉં’

Share this:

પ્રીત, તું આજે અઢારની થઈ ગઈ

પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

તું અને તારી વાતોની એક આદત થઈ ગઈ,
તારી અને મારી મિત્રતા એક અતૂટ ગાંઠ થઈ ગઈ.
જોત જોતામાં તું આમ મોટી થઈ ગઈ,
પણ હવે મને મૂકીને તું જતી થઈ ગઈ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

ખૂબ રહી મારી સાથે હવે યુનિવર્સિટીમાં જવા જેવી થઈ ગઈ,
પણ તારા ગયા પછી હું સાવ એકલી થઈ જઈશ.
ઇંગ્લિશની મારી ભૂલોને સુધારતી થઈ ગઈ,
પણ હવે મારી ભૂલો શોધવા હું તને શોધતી થઈજઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

તારા ગુડનાઈટ હગની (goodnight hug) મને આદત થઈ ગઈ,
પણ તારા હગ (hug) વગર હું સાવ ખાલી થઈ જઈશ.
ખૂબ ખુશ છું કે તું અઢારની થઈ ગઈ,
પણ તું જશે તો હું સાવ એકલી થઈ જઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

તારા લાડ-પ્રેમની પાપાને આદત થઈ ગઈ,
પણ તારા ફોનની (phone) રાહમાં એમની રાતો લાંબી થઈ ગઈ.
દીદીની બૂમોને ઘરની આદત થઈ ગઈ ,
તારા ગયા પછી હું મીતના બંધ દરવાજાને જોતી રહી જઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.

પ્રગતિનાં પંથે તું આગળ વધતી થઈ ગઈ,
બસ તને ખુશ જોઈને હું હસ્તી થઈ ગઈ.
તને પ્રેમ કરતા કરતા મારી આંખો ભીની થઈ ગઈ,
બેટા તું જશે તો તારા વગર હું એકલી થઈ જઈશ.
પ્રીત સાચે તું આજે અઢારની થઈ ગઈ.

The Audio Version of ‘પ્રીત, તું આજે અઢારની થઈ ગઈ’

On popular demand, you can now listen to my poem! ? ? This idea was in pipeline for a long time but what better day to execute it than on my daughter’s 18th birthday! ☺

The audio version will help me reach out to more people, who can understand but can’t read Gujarati, and will also help me convey the feeling of the poem, the way it was intended.

I hope you all like this new addition to NikkiNiKavita and I can’t wait to hear the feedback from you guys.

Love,
Nikki ?

Share this:

મારું એકાંત

આ અડધી રાતે લખવા બેસુ જ્યારે,
મારું એકાંત મને ગમે છે.

મારી પેન અને પેપર સાથે ,
મારું એકાંત મને ગમે છે.

દુનિયાની ભીડને માણતા થાકું જ્યારે,
મારું એકાંત મને ગમે છે.

સદાય મહેફિલોને મહાલીને થાકું,
મારું એકાંત મને ગમે છે.

આ અડધી રાતે લખવા બેસુ જ્યારે,
મારું એકાંત મને ગમે છે.

હરતા ફરતા થાકી હવે બસ,
મારું એકાંત મને ગમે છે.

મારી જ કવિતાઓને વાંચવા ,
મારું એકાંત મને ગમે છે.

એકલા રહેવાનું મને ગમતું નથી,
છતાંય મારું એકાંત મને ગમે છે.

મારી પેન અને પેપર સાથે ,
મારું એકાંત મને ગમે છે.

તારી યાદ આવી જાય તો,
તારા સ્મરણમાં રહેવું મને ગમે છે.

તું ના હોય છતાં,
એકાંતમાં તારી સાથે રહેવું ગમે છે.

ક્યારેકભલે ઊંઘ ના આવતી હોય,
મને મારી સાથે રહેવું ગમે છે.

કોઈ વાતો કરવાના હોય તો,
મને મારી સાથે ઘણીવાર વાત કરવું ગમે છે.

મારી જ કવિતા વાંચવા ,
મારું એકાંત મને ગમે છે.

કયારેક હસવા તો ક્યારેક રડવા,
મારું એકાંત મને ગમે છે.

Share this: