જરૂરી છે!!

વાણીમાં મીઠાશ સારી કહેવાય,
પરંતુ શબ્દોમાં સત્ય હોવું જરૂરી છે!

સૌને પ્રેમ આપવો કહ્યું છે,
મારા હિસાબે પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે!

સાંભળવું સૌને કહ્યું છે,
પણ કોઈની બુરાઈ ના હોય જરૂરી છે!

સ્વભાવ શાંત હોય તો ભલે,
વિચારોમાં સરળતા ખૂબ જરૂરી છે!

હંમેશા હસતા રહો કહ્યું છે,
પરદુ: સમજવું એટલું જરૂરી છે!

લખવા માટે તો ઘણું લખી શકાય,
એનો અર્થ સમજી જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે!

The Audio Version of ‘જરૂરી છે!!’

Share this:

એક અરજી

એક અરજી છે મારી માની લેજો,
ક્યાંક ક્યારેક એકલા ફરી લેજો!

કોઈની આંખમાં ક્યારેક કૂદી પડજો,
ડૂબી ન શકો તો ત્યાં તરી જોજો! 

ગમે ત્યારે ઊગજો ને ખીલજો,
સમય આવે ત્યારે સદા ખરી લેજો!

હસતા હસતા ભલે ને ક્યારેક પડજો,
બે ઘડી કોઈને થોડું હસાવી લેજો!

કવિતાઓ કેટલી પણ વાંચો,
ભાવ એમાં રહેલા જરૂરથી સમઝી લેજો! 

The Audio Version of ‘એક અરજી’

 

Share this: