લોકોની ચિંતા છોડી દો

_____દિલથી જીવો, મજાથી જીવો અને ખાસ અગત્યનું છે ખુમારીથી જીવો. જીવનને માણીને જીવો. આપણા દરેકના સ્વભાવમાં પડી ગયું છે, કંઈ પણ નવું કરતા પહેલા વિચારીશું કે લોકો શું કહેશે?? કોઈને કેવું લાગશે?? સમાજમાં લોકો આપડી વાતો કરશે… વગેરે વગેરે….અરે લોકોની છોડો ઘરમાં જ આપણે આવું વિચારીએ છીએ.

_____હું આ પહેરીશ તો મારા ઘરમાં કોઈને ગમશે કે નહી? હું જોરથી થિયેટરમાં હસીસ તો બાજુવાળાને કેવું લાગશે? આમ જ દર વખતે લોકોનો વિચાર કરશોતો તમે તમારું જીવન કેવી રીતે જીવી શકશો?? કોઈ શું કહેશે એનાથી તમને શું ફરક પડવો જોઈએ? તમને જીવનમાં કંઈ નવું કરવું હોય ત્યારે પણ તમને વિચાર આવશે કે આ ઉંમરમા આ કરીશ તો લોકો કેવું વિચારશે?? સાચું કહો તમે અટકી નથી ગયા? પણ મારુ માનવું છે, જો કોઈને તકલીફ ના થતી હોય તો લોકો શું વિચારે છે એના કરતા તમારું મન શું કરવા માંગે છે, તમને શેમાંથી ખુશી વધારે મળે છે એ વધુ જરૂરી છે.

_____તમારું જીવન છે એને તમારી રીતે જીવો અને તમારા માટે જીવો, લોકો માટે નહી. પ્રયત્ન જરૂરથી કરજો . હું કરું છું અને હું હંમેશા મસ્તીમાં જીવું છું કારણકે હું મારા માટે જીવું છું , લોકો માટે નહીં.

Thank you.

The Audio Version of ‘લોકોની ચિંતા છોડી દો’

 

Share this:

ઉત્તમ જવાબ

મારા મનગમતા રંગોમાંનો,
એક ખૂબ સુંદર રંગ છે તું.
દિલમાં દોડતી ધડકનોમાંની,
એક ખુશ ધડકન છે તું.
મારી રોજની વાતોનો,
મસ્ત એક વિષય છે તું .
ક્યારેક આવતા ખાલીપાને,
દિલથી ભરનાર છે તું .
સ્વભાવમાં રહેલા તોફાનોનો,
તોફાની ભાગીદાર છે તું
મારામાં રહેલી તાકાતનો,
સંપૂર્ણ સાથીદાર છે તું.
કરેલા મેં સારા એવા કર્મોનો,
નસીબે આપેલો એક ઉત્તમ જવાબ છે તું.
મારા મનગમતા રંગોમાંનો,
એક ખૂબ સુંદર રંગ છે તું.

The Audio Version of ‘ઉત્તમ જવાબ’

 

Share this:

દીકરી

તારામાં હું જોઉં છું મને,
ને જીવું છું મારુ બાળપણ તારામાં દીકરી.
લાડ તને કેટલા લડાવું,
થઈ ગઈ પોતાનું ધ્યાન રાખતી મારી દીકરી.
ખુશ છું જોઈ સ્વતંત્ર તને,
અરે બનાવતી થઈ ગઈ રસોઈ મારી દીકરી.
લખે છે મોટી મોટી વાતો,
વાંચીને ઘણો આનંદ ઘણો થાય છે મને દીકરી.
જીદ કરે તો પણ મને ખૂબ ગમે તું,
પ્રેમ ખૂબ કરું છું તને મારી વહાલી દીકરી.
વાતો આપણી કદી ના ખૂટે,
સમય કેમ આટલો ભાગે છે અરે દીકરી.
જન્મ દિવસ કેમ તું મનાવે છે,
નથી ગમતું મને તું મોટી થાય મારી દીકરી.
સ્વાર્થી છું થોડી હું જાણું છું,
કારણ તું મારા કાળજાનો ટુકડો છે દીકરી.

The Audio Version of ‘દીકરી’

 

Share this:

એક તરફી ચાહત

વાંચી લઉં છું તારી આંખોને,
સમજી જાઉં છું તારી ચૂપીને,
લખી નાખુ છું અનકહયા શબ્દોને,
ઝૂમી ઊઠું છું માત્ર તારી હાજરી જોઈને,
મલકાઈ જાઉં છું તારું નામ સાંભળીને,
ખુશ થાઉં છું ઘણી કલ્પનાઓ કરીને,
સમાવી રાખું છું દિલમાં ઘણી આકાંક્ષાઓને,
કેમ કરી છુપાવું હવે આ એક તરફી ચાહતને.

The Audio Version of ‘એક તરફી ચાહત’

 

Share this: