જતા જતા મને વળગી લેજે

આપણી યાદોને તાજી કરી લેજે,
મન ભરાઈ જાય તો થોડું રડી લેજે,
થોડીવાર બેસીને મારી ચૂપી સમજી લેજે,

જતા જતા બસ મને વળગી લેજે.

નવ મહિનાના સારા અને ભારે દિવસો,
વજન કાંટા પર વધતા નંબરો,
થોડીવાર બેસીને ગણી લેજે,
જતા જતા બસ મને વળગી લેજે.

દરેક જન્મદિવસ પર તારી ચાર-ચાર પારટીઓ,
રોજ રોજની મારી એ દિલથી કરેલી તૈયારીઓ,
થોડીવાર બેસીને માણી લેજે,
જતા જતા બસ મને વળગી લેજે.

ઝઘડતાં જ્યારે કાઢતા વાંક એકબીજાનો,
ગુસ્સે જો હું થાઉં તો લઈ લેતા એકબીજાની વાર,
થોડીવાર બેસી તારા ભાઈને હૂંફ આપી દેજે,
જતા જતા બસ એને પણ વળગી લેજે.

દરેક ઇચ્છા પૂરી કરી જેણે તારી,
ઝઘડતી અકળાતી એમની દરેક મસ્તી પર તું,
થોડીવાર બેસીને  પપાનો હાથ પકડી લેજે,
જતા જતા એમને દિલ ભરીને વળગી લેજે.

આખા પરિવારે કરેલો તને ભરપૂર પ્રેમ ,
દરેક પૂરી કરેલી તારી જીદો,
થોડીવાર બેસી સૌનો આભાર માની લેજે,
જતા જતા સૌને તું વળગી લેજે.

તારામાં વસે છે જાન મારી ,
જાણું છું વાત વાતમાં રડવાની આદત છે મારી,
થોડીવાર બેસીને મારા મનની હાલત સમજી લેજે,
જ્યારે પણ તને ફાવે બસ આવીને મને વળગી લેજે.

The Audio Version of ‘જતા જતા મને વળગી લેજે’

Share this:

થાય તો સારું 

દિવસ ટૂંકો ને રાત લાંબી થાય તો સારું
ઘણી થાકી જાઉં છુ હવે ઊંઘ આવી જાય તો સારું
મનમાં ચાલતા તોફાનો ઓછા થાય તો સારું
પ્રશ્નોથી વેરવિખેર માળા હવે ગૂંથાઈ જાય તો સારું
ભૂલી જવાઈ છે વાતો થોડું યાદ રહી જાય તો સારું
ખૂબ ભાગે છે મગજ હવે શાંત થાય તો સારું
ઘણી હોંશ અને ઇચ્છાઓ છે પૂરી થાય તો સારું

મહેનત તો ખૂબ કરું છું બસ પરીક્ષામાં પાસ થાઉં તો સારું.

The Audio Version of ‘થાય તો સારું’

Share this: