જીવનની ડોર

વિખરાયેલા પાંદડાનો કેસરી ગાલીચો છે,
પાનખર ની આ ઋતુ મારા મનને ગમે છે.
ઝરમર ઝરમર પાણી ના ટીપાં છે,
આ ભીનાશ મનને પણ ભીનુ કરે છે.
શિયાળાની ઠડંક તનને ધ્રુજાવી ગઈ છે,
અંધારું હવે જલ્દી થઇ જાય છે.
કાગળ પર શબ્દો આંસુ બની વહે છે,
તારી રાહ મને ખૂબ અઘરી લાગે છે.
ઋતુઓ જાણે વીત્યા કરે છે,
વીતેલી વાતો બસ યાદ કરાવ્યા કરે છે.
શ્વાસોશ્વાસ ની ક્રિયા ઘટ્યા કરે છે,

જીવનની ડોર તને જોયા વગર હવે છૂટ્યા કરે છે.

The Audio Version of ‘જીવનની ડોર’

 

Share this:

પ્રેમનો સાગર

મળીને તને તારી સાથે,

પંખી બની ઊડી જવાનું મન થાય.

લાગી છે એવી લગની,
ભરી મહેફિલમાં ઝૂમી ઊઠવાનું મન થાય.

તારી સાથે વીતતી હર પળ,
જાણે સમય સાથે સંપીને રહેવાનું મન થાય.

નજરના લાગે ક્યાંક મારી જ,
પહેલેથી જ હુઝણી મરાવી લેવાનું મન થાય.

હોઉં જો આગોશમાં તારા,
બસ અહીં જ અટકી જવાનું મન થાય.

આથમતા સૂરજની આ પળોમાં,
સૂર્યોદયની રાહ જોવાનું મન થાય.

ભલેને હું કોરો કાગળ છું,
પણ તારા પ્રેમના સાગરમાં ડૂબી જવાનું મન થાય.

The Audio Version of ‘પ્રેમનો સાગર’

Share this: