Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
October 2018 – Nikki Ni Kavita

તારી ગઝલ

પડી ગઈ છે ગજબની આદત તારી,
લઈજા હવે બસ મને સાથ તારી.

રાત દિવસ સાવ સૂના પડયા,
દેખાડી દે બસ ઝલક તારી.

સંભળાય છે આ પવનના સુસવાટા,
સાંભળવી છે હવે મને વાત તારી.

લખવા બેસુ તો શબ્દો નથી મળતા,
ભીની આંખોને હવે રાહ છે તારી.

કેમ છુપાવું આ દર્દ ભરી રાતો,
થાકી ગઈ છું બસ હવે યાદોથી તારી.

વચન છે જીવનભર સાથ રહેવાનું,
પછી કેમ જાય છે તું મૂકીને નીકીને તારી.

પ્રણયની આપણી વાત સૌ સાચી,
માટે જ રચું છું આજે હું ગઝલ તારી.

The Audio Version of ‘તારી ગઝલ’

 

Share this:

શાંત હવા

રોજની ભાગ દોડથી જ્યારે થાકી જાઉં છું,
રાતના અંધકારની શાંત હવાને માણી લઉં છું.

ઘણી વાતો કરીને જ્યારે ચૂપ થઈ જાઉં છું,
મૌન લઈ મારા શાંત સ્વભાવને જાણી લઉં છું.

લોકોની ભીડથી ક્યારેક કંટાળી જાઉં છું,
બસ એક પુસ્તકને ખુશીથી વાંચી લઉં છું.

રોજની ભાગ દોડથી જ્યારે થાકી જાઉં છું,
રાતના અંધકારની શાંત હવાને માણી લઉં છું.

ના ગમતું બનતા મનથી જ્યારે અકળાઈ જાઉં છું,
એક કાગળ પેન લઈ કવિતા લખી લઉં છું.

યાદોના ઘેરામાં જ્યારે ગૂંગળાય જાઉં છું,
તારું સ્મરણ કરી થોડું સ્મિત કરી લઉં છું.

જીવનના આંટામાં ક્યારેક અટવાઈ જાઉં છું,
ત્યાં જ ઊંડો શ્વાસ લઈ હરખી જાઉં છું,
આજ જીવન છે એમ કરી મનને મનાવી લઉં છું.

The Audio Version of ‘શાંત હવા’

 

Share this:

ગેરસમજની હોળી

ચાલી છે ગેરસમજની એવી હોળી,
કે સળગી રહી છે સંબંધોની ટોળી.

આંસુઓથી ના ભરીએ કદી કોઈની ઝોળી,
રાખીએ દિલના દરવાજા સૌ માટે ખોલી.

શબ્દોને વિચારીને વાપરીએ થોડી થોડી,
કે ના બોલવું પડે કદી કોઈને સોરી.

ભલેને પીરસીએ ચા ક્યારેક મોળી,
પણ અપમાન કરી ના મારીએ કોઈને ગોળી.

માફી માંગી કરીલો મજબૂત સંબંધોની કોઠી,
કે ના વાગે નફરત ભરેલી કોઈને સોટી.

ભરપૂર કરો પ્રેમ સૌને દિલને ખોલી,
કે ગેરસમજની જગ્યા કદીએ ના થાય પહોળી,
સત્યની હમેશાં જીત થાય છે વહેલી કે પછી મોડી.

The Audio Version of ‘ગેરસમજની હોળી’

 

Share this:

મીત

વિનય વિવેકનું એક ઉત્તમ ઉદાહરણ છે તું,
સાકરથી પણ ઘણો વધુ મીઠો છે તું,
ખુશીથી ભરેલો પ્યાલો છે તું,
પ્રેમથી ભરેલો લાગણીનો દરિયો છે તું ,
દરેકને કિનારે પહોંચાડે એવું એક મોજું છે તું ,
નિયમોને દિલથી નિભાવનારો છે તું,
વડીલોને માન સન્માન આપનાર છે તું,
મિત્રોમાં કંઈક અલગ જ મિત્ર છે તું ,
બાળકોને ખૂબ પ્રેમથી સાચવે છે તું ,
જીવદયાને સમજનાર છે તું,
રમત ગમતમાં વધુ જ આગળ છે તું,
પપા સાથેની દલીલોનો ભાગીદાર છે તું ,
મારી એક જ નજરને પારખનાર છે તું,
પસંદ નાપસંદનું ધ્યાન રાખનાર છે તું,
દીદીની દિલની ધડકન છે તું ,
બધામાં કંઈક અલગ અને ખાસ છે તું,
કેમ જાણે સૌના મનને જીતનાર છે તું,
ગર્વથી કહી શંકુ છું મારો દીકરો છે તું,
ભગવાને આપેલું વરદાન છે તું ,
“મીત” સાચે જ ખૂબ ડાહ્યો છે તું.

The Audio Version of ‘મીત’

Share this: