Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

તું જ છે ખાસ

દૂર છતાં દિલમાં હંમેશા વસે છે,
યાદોમાં છબી રોજ નવી રચે છે તું..

તારું સ્થાન કદી કોઈ લઈ શકતું નથી,
ના કહું ને બસ સમજી લે તું..

મને ખૂબ પ્રિય અને મારી વાતોમાં છે,
મારી માટે સાચો મિત્ર છે તું..

જાણું છું વિશ્વાસ કરવો ક્યારેક મુશ્કેલ છે,
અડગ અને અતૂટ છે દોસ્તી આપણી માની લે તું..

તારા વગર દરેક તહેવાર અધૂરા લાગે,
દોસ્ત,મારા જીવનનો ખાસ હિસ્સો છે તું.

તું જ છે ખાસ – Audio Version
Share this:

પ્રભુ સાથેનો સફર

ધાર્મિક દિવસો આવે ત્યારે,
મનથી દુનિયા છૂટી જાય.
ગુરુ સાથે બેસી ધ્યાનમાં,
હળવી હવાની જેમ શાંતિ છવાય.

દેરાસર જવા પગ એવા ઉપડે ત્યાં,
અંતર આત્મા ઉજળો થઈ જાય.
પ્રભુ ભક્તિમાં ડૂબી જાઉં જો,
દુઃખ ચિંતા બધું ભૂલી જવાય.

પ્રાર્થનાની મીઠી ઘડી,
હૃદયમાં એક પ્રકાશ જગાવી જાય.
એવી શાંતિ,એવો અનહદ આનંદ,
પ્રભુ સાથેનો જાણે સફર કરાવી જાય.

પ્રભુ સાથેનો સફર – Audio Version

Share this:

આઠ વર્ષનો સફર

શબ્દોમાં વણાઈ ગઈ
મારી લાગણીની કહાની,
દરેક પંક્તિ જાણે
તમારી પ્રેમભરી નિશાની ..

આઠ વર્ષથી લખું છું
કવિતા મનના રંગોથી ,
દરેક પરિસ્થિતિએ આપી
નવી એક પ્રેરણા અંતરથી ..

સફર છે આ રંગીન
માત્ર તમારા સાથ અને પ્રેમથી,
આભાર શબ્દ તો નાનો છે
ઋણી છું આપ સૌની અંત: હ્રદયથી..

બની ગઈ આઠ વર્ષની યાદો
અમૂલ્ય ખજાનો જીવનનો,
પૂરું થશે આગળનું સપનું
બસ તમારા જ સહકારથી..

આઠ વર્ષનો સફર – Audio Version

Share this:

મજાનું જીવન

મારી જ મસ્તીમાં છું હું,
ને જીવનને મજાથી જીવું છું..
નવા દેશ, નવી જગ્યા, સુંદર વાતાવરણ,
દરેક પળોને હું દિલ થી માણું છું..

નથી ગમતું મને પાછળ જોવું,
બસ મારી ધૂનમાં વહેતી જાઉં છું..
‘લોકો શું કહેશે’ એની ચિંતા છોડી,
મારું જીવન મારી મરજીથી જીવું છું..

અઘરો સમય આવી જો જાય,
‘આ પણ વીતી જશે’ કહીને મનમાં હસી લઉં છું..
કદર કરે જો કોઈ એને જીવનનો હિસ્સો બનાવું,
નહીં તો બસ આગળ વધી જાઉં છું..

પ્રયત્ન એક જ કરું છું,
આજ અને આવતીકાલે સહજ બનાવું છું..
જીવન છે મારું એક સુંદર સફર,
દરરોજ નવી એક યાદ બનાવું છું..

મજાનું જીવન – Audio Version