શીખવાડી દઉં

તુ પ્રેમ આપી તો જો,
નિભાવો કેમ એ હું તને શીખવાડી દઉં…

મારા રસ્તા પર ચાલી તો જો,
રાહ કેમ જોવી એ તને શીખવાડી દઉં…

કોઈ વાર રિસાઈ તો જો,
મનાવવુંકેમ એ હું તને શીખવાડી દઉં…

આખોમાં મારી સમાઈ તો જો,
સપના જોવા કેમ એ તને શીખવાડી દઉં…

મારી લાગણીઓને મહેસુસ કરી તો જો,
એને સમજવી કેમ એ તને શીખવાડી દઉં…

હાથમાં હાથ આપીને તો જો,
જીવનભર સાથે કેમ રહેવું એ પણ તને શીખવાડી દઉં.

શીખવાડી દઉં – Audio Version
Share this:

સરળ નથી

તારા મનમાં શું ચાલે છે,
એ સમજવું મારા માટે સરળ નથી…

દુઃખ થાય જ્યારે પોતાનાથી જ,
મનને મનાવવું સરળ નથી…

ના ગમતું થતું જોઈને હવે,
ચૂપ રહેવું સરળ નથી…

કોઈ કંઈ કારણ વગર જ બોલી જાય,
તો સાંભળવું સરળ નથી…

ગાંઠો પડી જાય જો સંબંધોમાં,
એને ખોલવી સરળ નથી…

પ્રેમ ભલે ને કેટલું કરું તને,
કેમ સાબિત કરવો સરળ નથી?

સરળ નથી – Audio Version
Share this:

એક ચિઠ્ઠી તારા નામે

તારી સાથે અલગ નો સંબંધ છે મારે,
દરેક પ્રશ્નનો જવાબ છે માત્ર પાસે..

ભીડમાં કે એકાંતમાં,
હોય છે તું હંમેશા મારી સાથે..

ઘેરે છે કાળા વાદળો જ્યારે,
પડછાયો બનીને હોય છે તું મારી કાજે..

આંખો થઈ જાય જો ભીની ક્યારેક,
લુછે છે પ્રેમથી તું એને તારા જ હાથે..

જોઈ શકું છું લાગણી તારી,
રાખે છે હંમેશા તારો હાથ મારા માથે..

અટવાઉં દુનિયામાં જ્યારે,
લખી લઉં છું એક ચિઠ્ઠી હું તારા નામે..

જવાબ તરત જ આવી જાય છે,
ચિંતા ના કર હું છું તારી સાથે.

એક ચિઠ્ઠી તારા નામે – Audio Version
Share this:

તું આવે છે ત્યારે…

કેટલું એ કરવું હોય છે તારી સાથે ,
પણ સમય થોડો ઓછો પડે છે…
તું જ્યારે જ્યારે પણ આવે છે,
આ દિલને ગજબની ઠંડક મળે છે.

વાતો તારી ખૂટતી નથી,
તને સાંભળવાની મને મજા પડે છે…
રમતા રમતા જ્યારે કલાકો વીતે,
તારી સાથે સમય વિતાવવાનો સંતોષ મને મળે છે.

જાય છે જ્યારે તું મન થોડું ગોટાળેચડે છે,
આંખોને જાણે વરસવાનું એક બહાનું મળે છે..
જલ્દી મળશું જ્યારે તું કહે છે,
ભારે હૃદયને એક શાંતવનના મળે છે.

રિવાજો સંસારના કંઈક આવા જ હોય છે,
એને સમજવા ક્યારેક ભારે પડે છે..
તું માને કે ન માને, તું આવે ત્યારે અમને જ નહીં,
આ ઘરને પણ હસવાનું કારણ મળે છે.

તું આવે છે ત્યારે… – Audio Version
Share this: