વ્યથિત હૃદય

બોલે છે મારી આંખે,
તું જ માત્ર સમજજે.
બોલે છે મારુ હૃદય,
તું જ માત્ર સાંભળજે.

બોલું છું બે મીઠાં પ્રેમ ના બોલ,
તું જ માત્ર અનુભવજે.
ખોવાઈ રહી છું મને શોધી લેજે,
પડી રહી છું મને સંભાળી લેજે.

તારા હાથોની હૂંફ મને આપી દેજે,
તારા સહારાથી મને સાચવી લેજે.
તારા હૃદયને કહેજે,
બસ આ આંસુઓમાંથી વહેતી વ્યથાને સમજી લેજે.

Share this:

હમસફર

મારા માટે તારા પ્રેમની સીમા,
મારા માટે તારા દુ:ખની સીમા,
હું અટવાતી જ રહું છું,
મારા જ મનના હાથે.

દુ:ખી છું માટે જ દુ:ખને સમજુ છું
તારા પ્રેમ અને લાગણીને સમજુ છું,
પણ કાશ તું સમજી શકતે,
મને અને મારી વ્યથાને.

તારી જ છું તારી જ રહીશ,
કહેતા નથી આવડતું,
પણ તું જ છે ‘હમસફર’,
જેની હું હમેશાં છું, અને રહીશ.

Share this:

લાગ્યું મનને

નજરથી તમને ક્યાંક જોયા હતાં,
એવું લાગ્યું આજે મનને.

નજરો મળી ને નમી હતી ત્યારે,
એવું લાગ્યું આજે મનને.

ખોલી નજરો ત્યારે જોયાં તમને,
એવું લાગ્યું આજે મનને.

એ જ નજરથી વહી અશ્રુની ધાર,
એવું લાગ્યું આજે મનને.

દિલ તૂટ્યું ને સપના પણ તૂટ્યાં,
એવું લાગ્યું આજે મનને.

નથી આજે એ નજર મારી પાસે,
જે તમને સમજી શકે કે તમારી બની શકે,
એવું લાગ્યું આજે મનને.

Share this:

પ્રીતમનગર

પ્રીતમનગરમાં પથરાઈ છે પ્રીત મારી,
આવજે એક જ રાહ છે તારી.

તું આવે તો આશાનો કિનારો આવે,
તું આવે તો સુખ ભરી સવારો આવે.

એકલતા મને ખૂબ તલસાવે છે તારી,
યાદો મને ખૂબ સતાવે છે તારી.

તારા મિલનની આશે અધીરી બનાવી છે મને,
ઝૂપડીને શણગારી મહેલ બનાવ્યો છે મેં.

મારી ઉદાસ આંખોને રાહ છે તારી,
મારા હૃદયનાં રુવેરુવમાં ચાહ છે તારી.

પ્રીતમનગરમાં આવી મીટ માંડીજો એકવાર,
સાચું કહું છું આવવું પડશે તારે વારંવાર.

Share this: