એક આહ

નથી તારો વાંક નથી મારો વાંક,
છૂટી ગયો સમય સાથે એકબીજાનો સાથ.

હારીને માની ગયી બસ આ એક વાત,
ન હતી તારી રેખાઓ મારા હાથ.

સમજાતી નથી આ નસીબની વાત,
બસ બાંધી ના શક્યા એક મીઠી ગાંઠ.

ના થઇ સકી તારી છે દુઃખની વાત,
અપનાવીશ આ હકીકત હિમ્મતથી હું આજ.

ના ભૂલીશ આપેલી તારી યાદ,
ભલેને પકડ્યો તે બીજાનો હાથ.

દિલથી નીકળેછે બસ એજ આહ,
ખુશ રહે બસ તું એની સાથ.

લોકો કહે છે ને માની ગયી છું આ સાધ,
જે થાય છે સારા માટે જ થાય છે જાન.

The Audio Version of ‘એક આહ’

Share this:

મક્કમ મન

હસીલે જિંદગી આજે મારા પર,
આજનો દિવસ તારો છે.

રમીલે આ લાગણીઓ સાથે,
કારણ નાદાનીઓ તો મારી જ છે.

હિંમતથી અડગ ઊભી છું હું આજે,
કારણ મારામાં તાકાત હજુ બાકી છે.

નથી તૂટી જતી તારી પરીક્ષાઓથી,
કારણ વિશ્વાસ મને મારા પર છે.

છલકાઈ છે આંસૂની ધાર,
આજનો દિવસ ભલેને તારો છે.

ખડખડાટ હસતા પણ જોઈ લેજે મને,
એ આવડત હજુ મારામાં બાકી છે.

હાર નથી માની કદી કે માનીશ પણ નહી,
એ જ લખાણ મારુ કોરા કાગળ પર છે.

સવાલ તું જ પૂછશે ને જવાબમાં તું જ કહેશે,
બસ જા આજથી દિવસ હવે તારો છે. 😊

The Audio Version of ‘મક્કમ મન’

 

Share this:

તારા વગર

તું આમ દૂર જાય મને ગમતું નથી,
તારી યાદમાં રડવું મને ગમતું નથી.

આખો દિવસ તારી સાથે વાતો કરતી,
પણ આમ દિવસ ખાલી જાય મને ગમતું નથી.

રાતો જાગીને લખું છું કાગળ તને,
પણ તારા સુધી ના પહોંચે મને ગમતું નથી.

દોસ્તી આપણી કંઈક અલગ અને અતૂટ છે દોસ્ત,
પણ તારા વિના રહેવું પડે મને ગમતું નથી.

મજાક મસ્તી કરી ખૂબ હસ્યા છીએ સાથે,
પણ આમ એકલા ચૂપ બેસી રહેવું ગમતું નથી.

નથી જરૂર પડી કોઈની તારા સિવાય મને,
પણ આમ તું મૂકીને જાય મને ગમતું નથી.

સાથે બેસીને રોજ જમ્યા આપણે,
હવે એકલા બેસી જમવું મને ગમતું નથી.

ખૂબ લાડ લડાવ્યા અને લાડ લડાવવા છે તને,
તારા વગર મારા ખાલી હાથ મને ગમતું નથી.

આવીને બસ જો મારી આ હાલત,
સાચું કહું છું, તારા વગર હસવું પણ મને ગમતું નથી.

The Audio Version of ‘તારા વગર’

 

Share this:

સાથી

પકડીને ચાલ આ હાથ છૂટી જાયના,
સંભાળીને રાખ આ દિલ તૂટી જાયના.

સંતાકૂકડી રમતા જોજે આંખ ખૂલી જાયના,
રહીલે સાથે હવે કે આ સમય ખૂટી જાયના.

ફૂલો ચૂંટતા જોજે કાંટા વાગી જાયના,
લીધેલી આપણી કસમો જોજે તૂટી જાયના.

કરીલે પ્રેમ હવે આ સમય ચૂકી જાયના,
સંભારણા કરતા આ આંખો સૂકી જાયના.

ખાનગી આ વાતો બાર આવી જાયના,
રંગેરંગાણી તારા જોજે નજર લૂંટી જાયના.

થામીલે દિલથી સાથી સાથ છૂટી જાયના,
તારીને મારી કહાની ક્યારેય જૂની થાયના.

પકડીને ચાલ આ હાથ છૂટી જાયના,
સંભાળીને રાખ આ દિલ તૂટી જાયના.

The Audio Version of ‘સાથી’

Share this: