દર વરસનાં ધ્યેય નક્કી કરીએ

_____ઘણા કહે છે સપના તો મોટા જ જોવા અને હું પણ કહુ છું સપના તો મોટા જ જોવા પણ એની પાછળ સમય આપવો અને સમય મર્યાદા નક્કી કરવી. સમય નક્કી કરીશું તો આપણી એના તરફની મહેનત એ દિશામાં વધશે.

_____દા.ત. ૧) શરૂઆત કરો દરરોજ થી.. નાની નાની વાતો પેપર પર લખો. આજે આખા દિવસમાં તમારો શું શું કામ કરવા છે અને જે કામ રહી જાય next day સૌથી પહેલા પૂરા કરવા. આવી જ રીતે દર મહિનાના અને પછી દર વર્ષના goals નક્કી કરો અને બેસીને નક્કી કરો કે એને પૂરા કરવા તમને કઈ વસ્તુ કે વ્યક્તિ ની જરૂર છે , માના એટલું અઘરું નથી પણ આપણી આળસના કારણે આપણે આપણા ધ્યેયથી દૂર રહીએ છીએ.

_____૨) તમારો goal 5 kg વજન ઉતારવાનો છે, તો શરૂઆત તમારા ખોરાકથી થશે પણ તમે ચાર હાથે બધુ જ ખાશો અને શરીર પાછળ કોઈ મહેનત કરશો નહી તો પેપર પર લખવાથી goal પૂરા નથી થતા. પરંતુ વારંવાર એને વાંચવાની એના તરફ ખેંચાણ થાય છે અને એને પૂરા કરવાની મહેનત શરૂ થાય છે.

_____૩) મારે એક letter લખવો છે તો એના માટે પેપર પેન જોઈશે અને તમે શોધીને લઈને બેસસો તો શરૂઆત automatic થઈ જશે.

_____ધ્યેય નક્કી કરો પછી તને આગળ કેવી રીતે વધશો. Universe તમને જરૂરથી guide કરશે. પરંતુ તમારા priority listમાં એ હોવું ખૂબ જરૂરી છે . નવા વર્ષ ની શરૂઆતથી વધારે નહી ૩ goals નક્કી કરો, ભલે ખૂબ મોટા નહી નાનાથી શરૂઆત કરો. તમારો પ્રયત્ન એની તરફ શરૂ કરો.

_____All the best! તમારી wishes ની જરૂર મને પણ છે તો મને all the best કહેવાનું ભૂલતા નહી.

Thank you.

The Audio Version of ‘દર વરસનાં ધ્યેય નક્કી કરીએ’

Share this:

​તને જ માંગી લઉ છું

ચિત્રકાર નથી પણ ચિત્ર તારું દોરી લઉ છું ,
સંગીતકાર નથી પણ ગીત તારું ગાઈ લઉ છું ,
શબ્દો મળે કે ના મળે કાગળ પર તને લખી લઉ છું ,
ઊંઘ ના પણ આવે તો તારી સપના જોઈ લઉ છું
બે પ્રેમીને સાથે જોઈ સ્મરણ તારું કરી લઉ છું ,
ભૂલવાની આ કોશિષમાં યાદ તને કરી લઉ છું,
પાગલ કહે છે દુનિયા મને પણ પાગલપનમાં જીવી લઉ છું ,
બંધ આ દરવાજા તારા માટે જ ખોલી લઉ છું ,
ધડકતા આ દિલનો કેમ જાણે ધબકાર તને માની લઉ છું ,
પ્રેમ તું કરે કે ના કરે પ્રેમ ભરપૂર તને કરી લઉ છું ,

મારી પ્રાર્થનાઓમાં પ્રભુ પાસે હંમેશા તને જ માંગી લઉ છું.

The Audio Version of ‘​તને જ માંગી લઉ છું’

Share this:

પ્રેમ તો હું પણ કરું છું

યાદ એની આવે ને તું રડી જાય,
ખાવા બેસેને કોડયો હાથમાંથી છૂટી જાય,
સપના એ તારા વેરવિખેર કરી જાય,
કસમો ખાધેલી આમ એ બધી તોડી જાય,
પ્રેમની તારા સાવ આમ મજાક બનાવી જાય,
હસવાનું તારું અચાનક આમ ખોવાઈ જાય,
દુ:ખમાં એના તું ચુપચાપ થઈ જાય,
લાગણી દુભાઈ ને તું આમ તૂટી જાય,
તને બેહાલ જોઈ મારુ મન પણ રડી જાય,
પડખે હંમેશા ઊભી છું બસ તને દેખાય જાય,
અરે,

પ્રેમ તો હું પણ કરુ છું કાશ હવે તું સમજી જાય.

The Audio Version of ‘પ્રેમ તો હું પણ કરું છું’

Share this:

મારી ‘મા’

શબ્દમાં જ અતૂટ વિશ્વાસ છે,
જાણે છલોછલ ભરેલો પ્યાર છે,
ખિલખિલાટ એનો ચહેરો છે,

મારી ‘મા’ એકદમ લાજવાબ છે.

સંજોગોમાં ભલે ઘણો બદલાવ છે,
પણ મીઠાશથી ભરેલો એનો વહાલ છે,
વાતોમાં સ્નેહનો ફુવારો છે,

મારી ‘મા’ મારો સહારો છે.

પ્રભુની ભક્તિમાં ઘણી મગ્ન છે,
શ્રદ્ધા એની શીખવા જેવી છે,
વાવાઝોડામાં એ એક છાંયો છે,

મારી ‘મા’ મારો ખુમાર છે.

પ્રેમ એના રગરગમાં છે,
દિલમાં માત્ર એનો દુલાર છે,
ખુશખુશાલ એનો સ્વભાવ છે,

મારી ‘મા’ મારા દરેક સવાલ ને જવાબ છે.

સહનશક્તિ એની ગજબની છે,
સુંવાળી હજુ પણ એની હથેળી છે,
મનને શાંત કરે એવો એનો ખોળે છે,

મારી ‘મા’ પાસે પ્રેમનો ખજાનો છે.

The Audio Version of ” મારી ‘મા’ ”

Share this:

નાનકડું સ્મિત

કરીલે શરૂઆત દિવસની,
આપીને કોઈને નાનકડું સ્મિત.
દિલો જીતી લે, સંબંધો બાંધી લે,
આપીને એક નાનકડું સ્મિત.
ખર્ચ વિનાનું ને નુકસાન વિનાનું ,
સૌને ગમે એવું નાનકડું સ્મિત.
ઉદાસની ઉદાસી લઈલે,
આપી એક નાનકડું સ્મિત.
હસતા ચહેરા સૌને ગમે,
શા માટે દબાવી રાખે છે તું તારું સ્મિત.
ઇચ્છાતો તારી પણ એ જ છે,
તો પહેલ કરી આપી દે તારું સ્મિત.
આપશું એ જ સામેથી પણ મળશે,

શેની જોઈ છે રાહ આપીને લઈલે નાનકડું સ્મિત.

The Audio Version of ‘નાનકડું સ્મિત’

Share this: