ગઈકાલ ની રાત

ગઈકાલે રાતે તારી યાદ મને સતાવી ગઈ,
આવીને મારી ઊંઘ ઉડાડી ગઈ.

ઘડિયાળની ટીકટીક દુશ્મન બની ગઈ,
એના અવાજથી મારી સળવળ થોડી વધી ગઈ,
અને મારી ઊંઘ બગાડી ગઈ.

ન તારી સાથે વાત થઈ શકી કંઈ,
બધી જ વાતો અધૂરી રહી ગઈ,
ઉપરથી મારી ઊંઘ ઉડાડી ગઈ.

ગઈકાલે રાતે તારી યાદ મને સતાવી ગઈ,
આવીને મારી ઊંઘ ઉડાડી ગઈ.

ક્યારેક તારી યાદ મને ગમી ગઈ,
પણ ક્યારેક તારી યાદ મને રડાવી ગઈ,
ત્યાંજ આંખોથી આ ચાદર ભીની થઈ ગઈ,
કેમ તારી યાદ મારી ઊંઘ ઉડાડી ગઈ.

તું બે દિવસ માટે જાય તો મારી હાલત આવી થઈગઈ,
આટલી હિંમતવાળી હોવા છતાં કેમ સાવ ખાલી થઈ ગઈ,
ગઈકાલે રાતે તારી યાદ મને સતાવી ગઈ,
આવીને મારી ઊંઘ ઉડાડી ગઈ.

તારા વગર હું-હું નથી એ વાત પાકી થઈ ગઈ,
તું સાથેના હોય તો જાણે આ નીકી અધીરી બની ગઈ,
ગઈકાલે રાતે તારી યાદ મને સતાવી ગઈ,
આવીને મારી ઊંઘ ઉડાડી ગઈ.

Share this:

કેમ કરી મનાવું તને?

લાગ્યું છે ખોટું,
કેમ કરી મનાવું તને?
ચલને જ​વાદે હ​વે,
એમ કહીને મનાવું તને?

તને ઉદાસ જોઇને ગમતું નથી મને,
કેમ કરી હ​વે હસાવું તને?
તારી બક બક વગર ચાલતું નથી,
કહીદે મને, કેમ કરી બોલાવું તને?

લાગ્યું છે ખોટું,
કેમ કરી મનાવું તને?
ચલને જ​વાદે હ​વે,
એમ કહીને મનાવું તને?

તારી ચૂપી સતાવે છે મને,
બસ કહી દઉં છું, બહું થયું હ​વે.
વાંક તારો કે વાંક મારો,
કદી વિચાર્યું નથી મને.

બસ તું માની જા હ​વે,
તારા વગર કંઈ ગમતું નથી મને.
હાથ માં હાથ આપીદે હ​વે,
આવીને ગળે લગાવીલે મને.

જાણું છું તું ચાહે છે મને,
દિલથી માંગુ છું માફી હ​વે.
બસ તું માની જા હ​વે,
પ્રેમથી મનાવું છું તને,
બહું થયું બસ મારી પાસે આવીજા હ​વે.

Share this:

મારી ઝંખના

તને મળવાની ઝંખના,
મળીને કંઈક કહેવાની ઝંખના.

તારી સાથે વાતો કરવાની ઝંખના,
વાતો કરતાં તારામાં ખોવાઈ જ​વાની ઝંખના.

તને મળી તારા થ​વાની ઝંખના,
તું ના માને તો તારા ખોળામાં રડવાની ઝંખના.

તારા પ્રેમમાં વહેવાની ઝંખના,
તારી દરેક વાતો સાંભળવાની ઝંખના.

તારા સપનાઓ જોવાની ઝંખના,
બસ તને જોઇ જોઇ આ જીવન વીતાવું,
એ જ મારા જીવનની ઝંખના.

Share this:

વચન

ભેટ સોગાદ ઘણાં આપ્યાં,
આજે કંઇક વચન આપું છું.
તારી છુ તારી જ રહીશ,
તને ચાહતથી પણ વધારે ચાહીશ,
એવું એક વચન આપું છું.

જન્મો જન્મની પ્રેમ કહાની ને,
એક ગાંઠમાં બાધું છું.
તને ચાહતથી પણ વધારે ચાહીશ,
એવું એક વચન આપું છું.
ભેટ સોગાદ ઘણાં આપ્યાં,
આજે કંઇક વચન આપું છું.

દિલમાં તારી મૂરતને પ્રસ્થાપિત કરું છું,
શરીરથી જ નહીં આત્માથી પણ તને સમપૅણ કરું છું,
એવું દિલથી તને વચન આપું છું.
ભેટ સોગાદ ઘણાં આપ્યાં,
આજે કંઇક વચન આપું છું.

ન તારા પહેલા કે ન તારા પછી જીવનમાં કંઇ હશે,
પ્રેમની દરેક સોગંદમાં પ્રથમ તું હશે,
અતૂટ એવું એક વચન આપું છું.
ભેટ સોગાદ ઘણાં આપ્યાં,
આજે કંઇક વચન આપું છું.

દિલમાં તને રાખીને જીવી છું,
દિલમાં તને રાખીને જ મરીશ.
તને ચાહતથી પણ વધારે ચાહીશ,
એવું એક વચન આપું છું.

આ જન્મજ નહીં દરેક જ્ન્મ તારી સાથે જ હોઇશ ,
તારી છુ તારી જ રહીશ,
એવું એક વચન આપું છું.
ભેટ સોગાદ ઘણાં આપ્યાં,
આજે કંઇક વચન આપું છું.

પ્રેમ કર્યો છે તને,
હંમેશા કરતી જ રહીશ.
શ્વાસ ભલે છૂટે મારો,
ગયા પછી પણ તારી રક્ષા કરતી જ રહીશ.

તને ચાહતથી પણ વધારે ચાહીશ,
એવું એક વચન આપું છું.
દિલથી તને વચન આપું છું.
ભેટ સોગાદ ઘણાં આપ્યાં,
આજે કંઇક વચન આપું છું.

Share this: