જિંદગી

જાગીજા વહાલા જિંદગી વહેતી જાય રે,
કરીલે પ્રેમ સૌને આ જિંદગી વહેતી જાય રે.
આ તારું આ મારું માં જિંદગી વહેતી જાય રે,
જાગીજા વહાલા જિંદગી વહેતી જાય રે.

દેખાદેખી બંધ કર જિંદગી વહેતી જાય રે,
બોલીલે શબ્દ બે મીઠાં આ જિંદગી વહેતી જાય રે,
કરીલે સૌને પ્રેમ આ જિંદગી વહેતી જાય રે,
જાગીજા વહાલા જિંદગી વહેતી જાય રે.

વસીજા ને વસાવીલે સૌને દિલમાં જિંદગી વહેતી જાય રે,
કરીલે થોડા કામ સારા આ જિંદગી વહેતી જાય રે,
શું મળ્યું શું ગુમાવ્યું આ જિંદગી વહેતી જાય રે,
જાગીજા વહાલા જિંદગી વહેતી જાય રે.

આપીલે સમય પરિવારને આ જિંદગી વહેતી જાય રે,
કાલની ચિંતા બંધ કર જિંદગી વહેતી જાય રે,
જીવીલે બસ આજ આ જિંદગી વહેતી જાય રે,
જાગીજા વહાલા જિંદગી વહેતી જાય રે.

Share this:

દર્દ ભરેલું સપનું

હસતાં-હસતાં રોજ મળતા બંને,
આખી આખી રાતો વાત કરતાં બંને,
વિચારોના મળે તો ઝઘડતા બંને,
છતાં હમેશાં સાથે રહેતા બંને,
એકબીજાથી કદીના ઠાકતા બંને,
અનહદ કરતા પ્રેમ બંને,
પણ એક દિવસ ભટક્યા બંને,
તૂટ્યો સાથ છૂટ્યા બંને,
કેમ થયું આમ ના સમજ્યા બંને,
છોડી દે જીદ ના કહી શક્યા બંને,
દૂર થઈ ખૂબ રડયા બંને,
કેમ એકબીજાને ના મનાવી શક્યા બંને,
સપના સાથે દિલ તૂટ્યા બંને,
નાસમજમાં અલગ થઈગયા બંને,
ઊંઘમાંથી જ્યારે જાગ્યા બંને,
બાથે વળગી જોર જોરથી રડયા બંને,
નહી જીવી શકુ તારા વગર
બસ એક જ વાત બોલ્યા બંને. ??

Share this:

દોસ્તી

દોસ્તી શું છે?
બસ મારા માટે તો તું જ છે.

દિલમાંથી આવતી પુકાર છે,
એના પર બસ તારો જ રાજ છે.
ભટકીશ કે ક્યાંક અટવાઈશ,
તું શોધી લેશે વિશ્વાસ છે.

દોસ્તી?
મારા માટે તો તું જ છે.

હું શરીર તો તું આત્મા છે,
મારામાં જીવતો જાગતો અહેસાસ છે.
રોજ ના પણ મળું અને ના પણ બોલું,
છતાં તારા સ્મરણ દરેક પળમાં છે.

દોસ્તી?
મારા માટે તો તું જ છે.

મુસીબતો આવતી જતી હોય છે,
દરેકનો ઉપાય જ તું છે.
અરે!! ઠોકર ક્યાંક મને વાગે છે,
તો તકલીફ તને થઈ જાય છે.

દોસ્તી?
મારા માટે તો તું જ છે.

હું આસમાન તો તું જમીન છે,
પણ એકબીજામાં વસતી જાન છે.
મિત્રો ઘણા મળ્યા ,સ્વાર્થે ઘણા છૂટ્યા,
પણ તારો સાથ જ અતૂટ લાગે છે.

દોસ્તી?
મારા માટે તો તું જ છે.

તારા અને મારા વચ્ચે કંઈ સમાન નથી,
પણ પ્રેમ છે જે ભેળસેળ વગરનો છે.
દોસ્ત, બસ મારા માટે તો તું જ મારી દોસ્તી છે.

Share this:

સહજ પ્રેમ

આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે,
તમારી મસ્તીમાં મસ્ત થવાનું મન થાય છે.
ભૂત-ભવિષ્ય ભૂલી વર્તમાન માણવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.

હમેશાં કરતા હકારાત્મક વાતો,
તમારી જેમ વાસ્તવિકતામાં રહેવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.

હમેશાં એકબીજાની કાળજી કરતા,
તમારી જેમ સંભાળ રાખવાનું મન થાય છે,
ભૂત-ભવિષ્યને ભૂલી વર્તમાનમાં જીવવાનું મન થાય છે.

હમેશાં સાથે અને એકમેકમાં રહેતા ,
આમ જ પ્રેમમાં ખોવાઈ જવાનું મન થાય છે,
આજે તમને જોઈને કંઈ કહેવાનું મન થાય છે,
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.

ના કદી કોઈની ફરિયાદ કરતા, ખુદની ધૂનમાં રહેતા,
તમારી પાસે જીવન જીવવાની કળા શીખવાનું મન થાય છે,
આજે આ ફોટો જોઈને કંઈક લખવાનું મન થાય છે.

મમ્મી-પપ્પા તમને જોઈને એક કાંક્ષા થાય છે,
મારા મનને બસ તમારા જેવા થવાનું મન થાય છે.
ભૂત-ભવિષ્ય ભૂલી વર્તમાન માણવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કવિતા લખવાનું મન થાય છે.

તમારો સહજ-સરળ પ્રેમ જોઈ,
ફરી ફરી પ્રેમ કરવાનું મન થાય છે,
ભૂત-ભવિષ્ય ભૂલી વર્તમાન માણવાનું મન થાય છે.
આજે આ ફોટો જોઈને કવિતા લખવાનું મન થાય છે.

Share this: