Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

જીવનની સાચી મૂડી

ક્યારેક મળીએ, ક્યારેક ના મળીએ,
પણ દિલમાં તો હંમેશા એકબીજાનાં જ રહીએ…

બોલ્યા વગર સમજાય જે વાત,
એને જ સાચી મિત્રતા કહીએ…

ન સમજાવવું કશું, ન માફી માંગવી,
જાણે બસ દિલથી એકબીજાને સમજીએ…

મજાક-મસ્તી કરતા કરતા,
દિવસોને ખુશીથી ભરતા રહીએ…

બહારની દુનિયાને ભૂલી જવાય,
જ્યારે સમય આપણે સાથે વિતાવતા હોઈએ…

ન મોટું ગ્રુપ, ન મોટી ભીડ,
જરૂર સમયે હંમેશા બસ સાથે હોઈએ…

આ દોસ્તી, આ પ્રેમ અને આ હાસ્યનો સાથ,
એને જીવનની સાચી મૂડી કહીએ…

જીવનની સાચી મૂડી – Audio Version
Share this:

મનગમતો તહેવાર

દિવાળીએ દીવા પ્રગટાવીએ,
અધંકાર બધો દૂર થાય,
ખુશીઓની લહેર ફેલાય એવી,
દર ચહેરા હાસ્યથી મલકાય..

મીઠાઈની મીઠાશથી,
દીલો પણ જોડાય,
પ્રેમ અને આશીર્વાદથી,
નવું વર્ષ મજાથી ઉજવાય..

જુના દુઃખ ભૂલી જઈએ,
નવી આશાઓ બસ હરખાય,
માટે સૌને શુભેચ્છા એવી,
રહે ખુશીનો સાથ સદાય..

સાલ મુબારક સૌને કહી દઉં,
પ્રેમ અને શાંતિ ઘર ઘરમાં ફેલાય,
પ્રભુ બસ આપે આશીર્વાદ એવા,
સૌના જીવનમાં ખૂબ આનંદ છલકાય..

મનગમતો તહેવાર – Audio Version

Share this:

ભગવાનનો આશીર્વાદ

મારો દીકરો દયાળુ, સૌનો સહારો બની જાય,
પ્રેમથી ભરેલો,મનથી સૌ એને વ્હાલો કહી જાય..

જ્યારે જરૂર પડે તરત તું આવી જાય,
મારી વાત વિના કહેજ મને તું સમજી જાય..

તું પિતા માટે ગૌરવ, મારી આંખોનો તારો,
તું હસે તો જાણે આખું જગ સુંદર સુહામણુ બની જાય..

તારા જેવો દીકરો મળે તો ભાગ્યશાળી કહી ઓળખાય,
તારા જેવી સંતાન હોય એ ભગવાને આપેલો આશીર્વાદ કહેવાચ..

તું જ મારો ગર્વ , તું જ મારી શક્તિ,
તું છે દુનિયા મારી,હર એક શ્વાસ મારો કહી જાય..

નસીબે આપ્યો તો એવો અમૂલ્ય ધન કહેવાય,
હંમેશા આભારી રહીશ જો તું મને હર જનમ મળી જાય..

ભગવાનનો આશીર્વાદ – Audio Version
Share this:

આત્મવિશ્વાસ

કઠિન રસ્તા આવશે
તોફાન પણ આવશે,
પણ હિંમત રાખી ચાલશે
તો સહારો ખુદ મળશે ..

કાળા વાદળો ઘેરાશે
ઘણીએ કસોટી કરશે,
પણ દ્રઢ મનથી લડશે
તો દુનિયા પણ નમશે..

ઘણા દુઃખો આવશે
કાલે ખુશી વરસાવસે,
આત્મવિશ્વાસનો સહારો
દરેક સપનું પૂરું કરાવશે ..

બસ દિલને મજબૂત રાખ
કદી ના માનતું હાર ,
તારી સાથે છે કિસમત,
તો જીતશે તું વારંવાર..

આત્મવિશ્વાસ – Audio Version