કેટલું સારું

કીધેલા શબ્દોને તું સમજી જાય તો કેટલું સારું!!
ક્યારેક ના કહું કઈ ને તું સમજી જાય તો કેટલું સારું!!

અણ બનાવ તો બન્યા કરે,
મનાવ્યા વગર તું માની જાય તો કેટલું સારું!!

મહેફીલોમાં પણ એકાંત હોય છે,
અંતરને કોઈ મારા સમજી જાય તો કેટલું સારું!!

સંબંધો સાચવવા ખૂબ અઘરા હોય છે,
બધા જાતે જ સચવાઈ જાય તો કેટલું સારું!!

ના ગમતું પણ ઘણીવાર કરવું પડે છે,
બસ ‘ના‘ કહી શકાય તો કેટલું સારું!!

લખું છું હું હંમેશા દિલ ખોલીને,
પણ ના લખું અને ભાવના તું સમજી જાય તો કેટલું સારું!!

કેટલું સારું – Audio Version
Share this:

અહંકાર

બંને રિસાસુ તો મનાવશે કોણ?
આમ છુટા પડી જશુ તો મળાવશે કોણ?
બંને ચૂપ થઈ જશે તો બોલશે કોણ?
યાદોમાં ખોવાઈ જઈશું તો શોધશે કોણ?
વાતોને આમ પકડીને રાખશું તો સંબંધ નિભાવશે કોણ?
તાળી હંમેશા બે હાથે વાગે એવું હવે સમજાવશે કોણ?
હું પણ નથી રાજીને તું પણ નથી રાજી તો ડગલું આગળ વધારશે કોણ?
બંને અહંકારમાં અટવાયા તો હવે લાગણી બતાવશે કોણ?

અહંકાર – Audio Version
Share this:

ક્ષમા એ જ માર્ગદર્શક

જ્યાં આપણું હૃદય સુધરે,
ક્ષમા ભેટ મુક્તપણે મળે.

ખુલ્લા હાથ અને ખુલ્લા હૃદય સાથે,
એકદમ નવી સફર નવી શરૂઆત મળે.

અણગમો છોડી, પીડા છોડી,
ક્ષમા એ જ વરસાદ પછીનો તડકો મળે.

જ્યાં ઘા રૂઝાઈ છે ,એ જ મુક્તિનો માર્ગ ,
તમારા અને મારા માટે એ જ શાંતિનો પુલ મળે.

સહાનુભૂતિ અને સમજણ દ્વારા,
જીવન આપણું નિર્માણ બને.

ભૂલ દરેક માનવી થી થાય,
પણ માફી માંગવા કે આપવાથી સાચો પ્રેમ મળે.

ક્ષમા ને માર્ગદર્શક બનાવીએ,
તો જીવન એકદમ સરળ બને.

દિલ ને સાફ રાખતા જ,
સૌને માત્ર કરુણા અને સ્નેહ પણ મળે.

ક્ષમા એ જ માર્ગદર્શક – Audio Version
Share this:

સમજણ

થોડું દૂર રહેવું જરૂરી છે
પણ દૂર થઈ જવું જરૂરી નથી.

પ્રેમમાં હક જતાવો જરૂરી છે
પણ ઝગડવું જરૂરી નથી.

ચુપ રહીને શાંત રહેવું જરૂરી છે
પણ કોઈની નિંદા કરવી જરૂરી નથી.

હસવુ ખૂબ જરૂરી છે
પણ કોઈને રડાવવું જરૂરી નથી.

દિલ ખોલીને વાતો કરવી જરૂરી છે
પણ ખોટું બોલવું જરૂરી નથી.

યાદ કરવું જરૂરી છે
પણ યાદોમાં બેસીને રડવું જરૂરી નથી.

જિંદગીને માણવી જરૂરી છે
પણ એમા કોઈને તકલીફ આપવી જરૂરી નથી.

સમજણ – Audio Version
Share this: