લાગણીની કદર

પ્રફુલ્લિત તારો ચહેરો રોજ જોઈ,
હસતા આમ જ તો હું શીખી.

પોઝીટીવ તમારી વાતોથી સાચે જ,
મનને ખુશ રાખતા હું શીખી.

તકલીફોમાં હંમેશા પ્રસન્ન જોઈ,
મજબૂત રહેતા તો હું શીખી.

લોકડાઉનમાં ભૂલ્યા વગરનો રોજનો તારા એક ફોન કોલથી,
પ્રેમની સાચી ભાષા હું શીખી.

કદીએ ના કરી કોઈપણ ફરિયાદ,
આમ જ તો સહનશીલતા હું શીખી.

પરિસ્થિતિ કેટલી પણ અઘરી કેમ ના હોય,
સ્વીકારતા આમ જ તમારી પાસે હું શીખી.

આ ઉંમરે પણ સ્ફૂર્તિ જોઈ તમારી,
શરીર અને આત્માનું ધ્યાન રાખતાં હું શીખી.

તમારા પ્યાર અને દુલાર જોઈ,
લાગણીઓની કદર કરતા હું શીખી.

પૂજ્ય મમ્મી પપ્પા,
આવા સમયમાં પણ તમને સ્વસ્થ જોઈને,
જીવનની દરેક પળોને જીવતા હું આજે શીખી.

The Audio Version of ‘લાગણીની કદર’

 

Share this:

હું જ હોંશિયાર!

આવું બધાં કેમ માને છે હું જ હોંશિયાર,
કોઈપણ વાત કરતાં હોય તો સમજે હું હોંશિયાર!

સલાહ અને સૂચનો ખૂબ સાંભળ્યા છે મેં,
આમ જ નથી બન્યો રખડવામાં હું હોંશિયાર!

વાત કરવાની કળા હતી કંઈ ગજબની કે,
ખબર જ નહીં પડી કે બની ગયો લપસવામાં હું હોંશિયાર!

શબ્દો સાથે કંઈ ગજબનો નાતો છે,
ના બોલાયેલા શબ્દોને વળી સમજવામાં હું હોંશિયાર!

જેને માનું સર્વસ્વ છતાં પણ લાગે હું જ સારો,
જુઓને,માટે જ આંખ આડા કાન કરવામાં હું હોંશિયાર!!

The Audio Version of ‘હું જ હોંશિયાર!’

 

Share this: