Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

ખાટ્ટી-મીઠી યાદો

ચાર દિવસની આપણી બધી વાતો,
સુંદર સોહામણી રંગોથી ભરેલી યાદો.

મસ્તીથી ભરેલી આ થોડી રાતો,
બસ કરી હતી બાળપણની આપણી વાતો.

કસરત અને ખુલ્લામાં ચાલવા જવાની એ પળો,
વીતી ગઈ કયા આપણી એ સવારો.

ગુણાનુવાદથી ભરેલી આપણી બધી વાતો,
લાવી વધુ નજીક એકબીજાને એ આપણી રાતો.

ચાર દિવસની આપણી બધી વાતો,
સુંદર સોહામણી રંગોથી ભરેલી યાદો.

જીજાજી અને બહેનની આપેલી સમજણો,
છેલ્લે સુધી પણ ખૂટી નહી કોઈની વાતો.

વાંચીને તારા ૨૦ વર્ષ જૂના પત્રો,
મજાથી ખડખડાટ હસ્યા અમે સૌ લોકો.

પ્રેમથી ભરેલી આપણી દરેક ઘડીઓ,
આપી ગઈ દિલને અઢળક ખુશીઓ.

ચાર દિવસની આપણી બધી વાતો,
સુંદર સોહામણી રંગોથી ભરેલી યાદો.

થોડી ગંભીર તો થોડી હસવાની,
આજ તો છે મારી બહેનોની વાતો.

મસ્તીથી ભરેલી આ થોડી રાતો,
બસ કરી હતી બાળપણની આપણી વાતો.

The Audio Version of ‘ખાટ્ટી-મીઠી યાદો’

 

Share this:

મારા પપ્પા

મને ખૂબ વહાલા લાગે છે મારા પપ્પા,
બારથી કડક ભલે લાગે,
અંદરથી ખૂબજ કોમળ છે મારા પપ્પા.

પ્રભુની ભારોભાર ભકિત તો કરે,
પણ લોકો માટે અઠ્ઠમ કરે છે મારા પપ્પા.

ગુસ્સો ભલે કરે,
પણ લાગણીનો વરસાદ વરસાવે છે મારા પપ્પા.

દયા કરતા શીખવાડે છે,
અને દાન કરતા પણ શીખવાડે છે મારા પપ્પા.

સંસ્કારો ઘણા આપે છે,
પણ સત્યને હંમેશાં પૂજે છે મારા પપ્પા.

ભલે હંમેશાં દૂર હોય છે,
લાગે છે મારી સાથે મારા પપ્પા.

લખતા વાંચતા શીખવાડયું છે,
દિલથી તમને ચાહું છું મારા પપ્પા.

જિંદગી તમને આપી દઉ
મારું તો માન અભિમાન છે મારા પપ્પા.

આજકાલ મને ખૂબ યાદ આવે છે મારા પપ્પા,
કેમ કહું મને ખૂબ વહાલા લાગે છે મારા પપ્પા.

The Audio Version of ‘મારા પપ્પા’

 

Share this:

ક્ષમા

કરેલી ભૂલોનો ભાર ઓછો કરી લઈએ,
દુભાવેલા દિલોને દિલથી મનાવી લઈએ,
આજે બસ સૌની હૃદયથી ક્ષમા માંગી લઈએ.

કરુણાને અંતરમાં છલોછલ ભરી લઈએ,
લાગણી એવી રાખીએ કે બધાનાં મન જીતી લઈએ,
આજે બસ સૌની હૃદયથી ક્ષમા માંગી લઈએ.

જાણતા અજાણતાં કરેલી ભૂલોનો નિરાકરણ કરી લઈએ,
હસ્તાં હસ્તાં બસ આજે દિલને હળવું કરી લઈએ,
આજે બસ સૌને હૃદયથી ક્ષમા આપી દઈએ.

વેરનું જડથી વિસર્જન કરી લઈએ,
પ્રેમનું આપણે સર્જન કરી લઈએ,
આજે બસ સૌની હૃદયથી ક્ષમા માંગી લઈએ.

બે હાથ જોડી મસ્તકને નમાવી લઈએ,
દ્વાર દિલના ખોલી સૌ જીવોને ખમાવી લઈએ,
ક્ષમા માંગી અને ક્ષમા આપી જીવનનું સરવૈયું સરભર કરી લઈએ.

The Audio Version of ‘ક્ષમા’

Share this:

પ્રાર્થના

દિલથી કરું છું પૂજા તારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

કાળી રાતો વીતે જલદી,
શુભ સવારો આવે હળવી.

મનની મક્કમતા ડગે ના મારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

તૂટી ના જાયે હિમ્મત મારી,
સંભાળી લેજે હવે લાજ મારી.

દિલથી કરું છું પૂજા તારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

સચ્ચાઈથી લડું આ લડાઈ મારી,
બનીજા હવે તું ઢાળ મારી.

જાણું છું બધી ભૂલ છે મારી,
માટે જ સમયે આજે મારી છે બાજી.

તૂટી રહી છે આસક્તિ મારી,
લગાવી લે નૈયા હવે તું પાર મારી.

છૂટી ના જાયે આ શ્વાસની બારી,
પ્રભુ, આવીજા બસ હવે જરૂર છે તારી,

દિલથી કરું છું પૂજા તારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

The Audio Version of ‘પ્રાર્થના’

 

Share this:

આથમતો સૂરજ

આથમતો સૂરજ મને કંઈક કહેતો રહે છે,
જાણે અંધકારની ચેતવણી બસ આપતો રહે છે.

મનને શાંત તો મનને અકળાવતો પણ રહે છે,
છતાં કેમ જાણે આથમતો સૂરજ મને ગમતો રહે છે.

બે ઘડી એના રંગથી ગગનને ભરતો રહે છે,
કેસરી ચાદર ઓઢાડી એને સમજાવતો રહે છે.

આંખોને ઘણાં સપના દેખાડી પોતે ડૂબતો રહે છે,
સુખ અને દુ:ખ બધું જ પોતનામાં લઈ ઢળતો રહે છે.

ક્યાંક ઉદાસી તો ક્યારેક નવી આશાઓ પણ બંધાવતો રહે છે,
આપણે ના માનીએ ત્યાં સુધી આપણને મનાવતો રહે છે.

મારી સાથે હર સાંજ બે ઘડી વાતો કરતો રહે છે,
અંધકાર પછી ઉજાસ આવશે એવો વિશ્વાસ આપતો રહે છે,

રાત પછી દિવસ આવશે ટકોર કરતો રહે છે,
માટે જ આ આથમતો સૂરજ મને બહુ ગમતો રહે છે.

The Audio Version of ‘આથમતો સૂરજ’

Share this:

Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170