નવી શરૂઆત

સારું યાદ રાખી જૂનું બધુ ભૂલી જઈએ,
નવા વર્ષને નવેસરથી આપણે સૌ જીવી લઈએ.

ગેરસમજો બધી છોડી નવી રફતાર પકડી લઈએ,
પ્રેમની ગાંઠને થોડી વધુ મજબૂત કરી લઈએ.

બાકી રહેલા સપનાઓ પૂરા કરી, નવા સપનાઓ રચી લઈએ,
મનના ભાવોને હિંમત આપી વધુ જીવંત કરી લઈએ.

કાળી રાતો ભૂલી નવી સવારને ગળે વળગી લઈએ,
ખુદને જ નહી, સૌને એક નવી હિંમત આપી દઈએ.

કડવાહટ ભૂલી નવી સવારને ગળે વળગી લઈએ,
સૌ જીવને સમાન ગણી સૌના દિલમાં વસી જઈએ.

જાણે નવી જિંદગી મળી હોય એમ ખુશીથી ધીમી લઈએ,
નવા વર્ષની શરૂઆત એક સારા નિર્ણયથી કરી લઈએ.

જૂઠને છોડી સત્યને અપનાવી લઈએ,
નવા વર્ષને નવેસરથી ચલો બસ જીવી લઈએ.

The Audio Version of ‘નવી શરૂઆત’

 

Share this:

ખુશી

આપીને થોડી લઈલે,
આમ જ તો મળે છે ખુશી!!

કરીલે મદદ કોઈ અજાણ્યાની,
ને જોઈલે કેવી મળે છે ખુશી!!

હસાવીલે કોઈ ઉદાસ ચહેરાને,
માણીલે એ અજબની ખુશી!!

જમાડીને કોઈ ભૂખ્યાને,
મહેસૂસ થશે ગજબની ખુશી!!

પહોચાડી અંધને સામે પાર,
બંધ આંખ જોઈલે એની ખુશી!!

અંતમાં તો બધુ જ છે ખાખ,
તો કેમ ખચકાય છે આપતા ખુશી!!

જરૂર તો તને પણ ને મને પણ,
બસ તો વહેચીલે દુનિયામાં ખુશી!!

આપવાથી જે મળે છે,
એને જ કહેવાય છે સાચા અર્થમાં ખુશી!!

The Audio Version of ‘ખુશી’

 

Share this:

આવું ગમતું નથી

આવા ઉદાસ દિવસોને તારી સાથીની નારાજગી,
તું મારાથી આમ નારાજ રે, મને ગમતું નથી.

આમ બેઠા હોઈએ ને આપણે વાત પણ ના કરીએ, આવી આવી આપણી ચૂપી, મને ગમતું નથી.

નજરથી મને જોઈ ને નજર પણ ના મિલાવે,
આવું તારું જોયું નાજોયુ, મારા મનને ગમતું નથી.

સાથે જમતા હોઈએ ને બસ તું આમ ફોન પર હોય,
મારી સાથે વાત પણ ના કરે, મને ગમતું નથી.

રિસામણાંના કોઈ કારણ જ ના હોય ને બસ તું કારણ જ શોધે,
મનમાં આમ વારંવાર ગૂંગળાવું, મને ગમતું નથી.

હું આમ રડતી હોઉં ને તું મને ચૂપ પણ ના રાખે,
મારા ઉપરથી તારી લાગણી ઓછી થાય, મને ગમતું નથી.

આખો દિવસ સાથે હોય ને છતા પણ તું દૂર લાગે,
આમ તારાથી દૂર રહેવું, મને ગમતું નથી.

હું બોલું તું ના સમજે ને તું બોલે હું ના સમજુ ,
આવી અણસમજ મને ગમતી નથી.

વળગીલે મને ને સાથે રડી લઈએ બંને,
આમ એકબીજા વગર સાચે બંનેને કંઈ ગમતું નથી.

The Audio Version of ‘આવું ગમતું નથી’

Share this:

નાનકડી નીપા

શબ્દ શોધવા નીકળી,
ને મારું દિલ ગદગદ થઈ જાય છે.
તારા માટે લખતા આજે એક,
અજબનો ગર્વ અનુભવ થાય છે.

મમમીની યાદ આવી તો,
મારા માટે એનો ખોળો બની જાય છે.
પપા જેવો પ્યાર આપી,
એક અડગ ઢાળ બની જાય છે.

અપેક્ષા વગર બસ તું,
પ્રેમ રેલાવતી જાય છે.
પોતાના માટે જ નહી પણ,
હર જીવ માટે જીવ બાળતી જાય છે.

અવાજ ભલેને મોટો હોય,
પણ દરેકના દિલમાં ઘર કરી જાય છે.
ના વાત કરું તારી સાથે,
તો મારો દિવસ ખાલી જાય છે.

ભૂલો કરું તો મને,
સાચો માર્ગ દેખાડતી જાય છે.
ક્યારેક તકલીફોથી થાકી જાઉં,
તો અજબની હિંમત આપતી જાય છે.

સવારની પહેલી કિરણથી,
બસ મહેનત કરતી જાય છે.
સપનાઓ અજબના સેવી,
સરળતાથી પૂરા કરતી જાય છે.

તારું ખડખડાટ હાસ્ય,
સૌના દિલને ખુશ કરી જાય છે.
એક અનોખી ખુશી,
બસ તને જોઈને જ દિલમાં થાય છે.

પરિવારની સાચી ઓળખ,
તારાથી જ મને સમજાય છે.
તું નજીક છે માટે જ,
જીવન જીવવાની મજા અલગ થતી જાય છે.

સાચા મિત્રની શોધમાં,
પણ તું જ મળી જાય છે.
મારા માટે તો તું,
ભગવાને આપેલું એક વરદાન બની જાય છે.

તારી તોલે કદી કોઈના આવશે,
એમ કહી મારુ દિલ રડી જાય છે.
નસીબદાર હોય જેને,
તારા જેવી બેન મળી જાય છે.

ઘણા પુણ્યો કર્યા હશે,
તું જેને પણ મળી જાય છે.
તને ખૂબ ચાહું છું “ નાનકડી નીપા”
દરેક ધડકન મારી બસ એ જ કહેતી જાય છે.

The Audio Version of ‘નાનકડી નીપા’

 

Share this:

ભોળપણ

સીધી સાદી તારી પ્રકૃતિ,
મારા મનને મોહી જાય રે!!

લખી લઉં એક પંક્તિ ,
તારું ભોળપણ મને ગમી જાય રે!!

જોઈ સાદગી આ દિલ,
તારા તરફ ઢળી જાય રે!!

બાંધી દઉં બસ એક નાતો,
તારું ભોળપણ મને ગમી જાય રે!!

કરી દઉં કાળો ટીકો,
મારી જ નજર વા લાગી જાય રે!!

કાશ શબ્દોમાં વ્યક્ત કરી શકું ,
તારું ભોળપણ મને ગમી જાય રે!!

સરળતા ભરેલી તારી સમજણ,
અચરજ પમાડી જાય રે!!

ચંચળ મારા મનને,
તારું ભોળપણ મને ગમી જાય રે!!

પ્રેમ જોઈ તારો નિર્ભેળ ,
અંતર ગદગદી જાય રે!!

લખી દીધી એક કવિતા,
તારું ભોળપણ મને ગમી જાય રે!!

The Audio Version of ‘ભોળપણ’

Share this: