Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
કહી દે તો સારું – Nikki Ni Kavita

કહી દે તો સારું

સાંભળવું છે તારી પાસે ઘણું,
બે ઘડી વાત કરીલે તો સારું..

લાગણી ભલેને કેટલી પણ હોય,
 થોડી દેખાડી જાય તો સારું..

અચાનક આમ ગુમ થઈ જવું,
ક્ષણભર આવીને મળી જાય તો સારું..

લોકોની વાતો બહુ સાંભળી હવે,
સંબંધો સંભાળી લઈએ તો સારું..

નારાજગીતો પોતાનાથી જ થાય,
પણ કારણ કહી દે તો સારું..

ઋણાનુબંધ પુરા થયા આપણા,
બસ હવે મનથી દૂર જવા દે તો સારું..

કહી દે તો સારું – Audio Version
Share this:

24 thoughts on “કહી દે તો સારું”

  1. Tamari Kavita vanchi saabdh ocha pade che , darek poems kaik msg aape che , liked this poem n touchy words!! ક્ષણભર આવીને તમે મળી જાવ તો સારું..નિકકીબેન ❤️

  2. Nice as always but sorry to say i don’t like the last lines. why you want to keep yourself away from someone’s mind?rather you write keep in your mind forever.

Leave a reply