૯ વર્ષ, થોડા અટકાવ અને એક સતત સફર

નમસ્તે મિત્રો,

આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે વિશ્વાસ નથી થતો કે NikkiNiKavita ના આ સફરને ૯ વર્ષ પૂરા થઈ ગયા છે! આ કોઈ મોટી સફળતાની ઉજવણી નથી, પણ મારી જાત સાથેનો એક Honest Reflection છે.

ઘણા લોકોને લાગે છે કે Consistency એટલે દરરોજ સતત ૧૦૦% કામ કરવું. પણ આ ૯ વર્ષમાં મને સમજાયું કે એ ગેરસમજ હતી. સાચી Consistency એટલે વચ્ચે ઉત્સાહ ઓછો થાય, લાંબા Breaks આવે, છતાં પણ તમારી કલમ અને તમારા શબ્દો પાસે ફરી પાછા આવવું.

જ્યારે મેં શરૂઆત કરી હતી, ત્યારે કોઈ પુસ્તક લખવાનો કે મોટી ઓળખ બનાવવાનો વિચાર નહોતો. બસ એક પછી એક નાનાં પગલાં લેવાતા ગયા. જો શરૂઆતમાં ડર્યા વગર મારી રચનાઓ તમારી સામે ન મૂકી હોત, તો કદાચ આજે આ પુસ્તક પણ ન હોત.

આજના Digital અને Video-first સમયમાં ગુજરાતી સાહિત્ય કે કવિતાઓ વાંચતો વર્ગ નાનો છે. ક્યારેક થાય કે વધુ લોકો સુધી પહોંચાય, પણ પછી થાય છે કે સંખ્યા કરતાં તમારો સાચો સાથ વધુ મહત્વનો છે. તમે જે થોડા લોકો વર્ષોથી મને વાંચો છો, એ જ મારી આ સફરને અર્થપૂર્ણ બનાવે છે.
હું એક રમુજી વાત કહું? જ્યારે હું અંદરથી પૂરી રીતે ખુશ કે સ્વસ્થ ન હોઉં, ત્યારે જ મારી સૌથી સુંદર કવિતાઓ લખાઈ છે! કદાચ આપણી લાગણીઓ અને Creativity વચ્ચે બહુ ઊંડો સંબંધ છે.
બીજું એક સત્ય એ પણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં જેટલું લખ્યું છે, એટલું ગુજરાતી વાંચ્યું નથી. જો મારે વધુ સારું લખવું હોય, તો વાંચવું પણ એટલું જ જરૂરી છે. એટલે આ વર્ષે મેં વધુ ને વધુ વાંચવાનું નક્કી કર્યું છે.

સૌથી મોટો શીખ:
એક ‘Perfect’ સફર કરતાં એક ‘Real’ સફર વધુ સુંદર હોય છે. વચ્ચે આવતા અટકાવ, મનમાં આવતી શંકાઓ અને એ બધું વટાવીને ફરીથી શરૂઆત કરવી એ જ આખી વાર્તાનો સૌથી સુંદર ભાગ છે.

૯ વર્ષ પછી પણ મને લાગે છે કે હું હજુ શરૂઆતમાં જ છું અને આપણી આ સફર આગળ પણ આવી જ રીતે ચાલુ રહેશે!

તમારા પ્રેમ અને સાથ બદલ દિલથી આભાર.

૯ વર્ષ, થોડા અટકાવ અને એક સતત સફર – Audio Version

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *