હૈયા થી હોઠ સુધી

છ મહિના વીતવા આવ્યા,
સમય હવે જોરદાર ભાગશે..

સવાર બપોર બેસીને કરેલી,
તારી સાથેની વાતો યાદ આવશે..

 તારો હસતો ચહેરા ને ક્યારેક કરેલો ગુસ્સો,
આંખોની સામે વારંવાર આવશે..

મારું આ ભરાયેલું ઘર,
તારા જવાથી સાવ ખાલી લાગશે..

આવતા જતા જે રૂમના દરવાજા હું વારંવાર ખોલતી,
કેટલાય વખત સુધી હવે બંધ દેખાશે..

દિવસો વીતે છે અને મન ભરાઈ જાય છે,
મારી ભીની આંખોમાં આંસુ કોણ લુછશે?

 જવાની છે પાછી ખબર જ હતી,
છતાં હવે આ મનને કોણ મનાવશે?

જલ્દી જલ્દી પાછી આવજે પ્રીત,
 તારી રાહ આ માનું દિલ હંમેશા જોશે.




હૈયા થી હોઠ સુધી – Audio Version

Share this:

7 thoughts on “હૈયા થી હોઠ સુધી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *