અઘરું લાગ્યું જ નહીં

આટલા સમયથી તારી સાથે રહી,
પણ મેં ક્યારેય તને કંઈ આપ્યું નહીં,
તું એવો છે કે કદી પણ તે કંઈ માંગ્યું જ નહીં…

પ્રતિબિંબ બની તું જીવનની દરેક પળે ચાલ્યો,
ને હંમેશા રહ્યો સાથે એવો કે કદી મને કંઈ વાગ્યું પણ નહીં…

ઉતાર ચઢાવતો જીવનમાં ઘણા આવ્યા,
પણ તારા રહેતા એક પણ સપનું ભાંગ્યું નહીં…

સ્વભાવથી કેટલાય છીએ અલગ આપણે,
છતાં તું મને કદી ના સમજે એવું ક્યારેય બન્યું જ નહીં..

દુનિયા કહેતી લગ્નજીવન કઈ સહેલું નથી,
તું  જીવનસાથી એવો બન્યો કે મને કશું એ અઘરું લાગ્યું જ નહીં.

અઘરું લાગ્યું જ નહીં – Audio Version
Share this:

23 thoughts on “અઘરું લાગ્યું જ નહીં”

Leave a reply