સ્વાસ્થ્ય એજ સાચી મૂડી

રાખો પોતાનું ધ્યાન તમે,
એ જ સૌથી મોટું કામ છે.
સારું સ્વાસ્થ્ય એ જ,
બાળકો માટે એક અનમોલ ભેંટ  છે.

રોજ સવારે વહેલા ઉઠો,
થોડું ચાલો ને થોડું હસો.
ચિંતા બધી છોડીને,
આનંદમાં બસ વસો.

તમે હશો જો સરસને સાજા,
તો ઘર આખું મલકાતું રહેશે.
તમારી આ સુંદર ભેટ જોઈને,
બાળકો પણ ખૂબ હરખાશે .

માટે એક નિયમ જરૂરથી લો,
ખુદની દેખરેખ કરશો.
પોતાના સરસ સ્વાસ્થ્યથી,
બાળકનું જીવન ભરશો.

સ્વાસ્થ્ય એજ સાચી મૂડી – Audio Version
Share this:

ખુદ પર વિશ્વાસ

મનમાં રાખ તું અતૂટ વિશ્વાસ,
આજે  બદલી નાખ તું ઇતિહાસ.

 ન રાખ મનમાં કોઈ તુ ડર,
 સફળતાનો જલ્દી થશે તને ભાસ.

ખોટો ન કર તું સમયને બરબાદ,
દૂર કરીદે તારી અંદરની નિરાશ.

ભલે નસીબ રમે ગમે તેવો દાવ,
તું ન છોડ તારો ખુદનો સાથ.

મહેનતથી જ ખુલશે અઘરો માર્ગ,
અને પૂરી થશે તારી હર એક આશ. 

તું પોતે જ છે એક ઉજાસ,
બસ ખુદ પર રાખ તું અતૂટ વિશ્વાસ.

ખુદ પર વિશ્વાસ – Audio Version
Share this:

શીખવાનો સફર

થકાવત નથી, એક જોશ છે,
મારા કામમાં મને એક મજા છે..

ગમે છે મને જે કરી રહી છું,
સફળતાના શિખરો ધીરે ધીરે ચડી રહી છું..

ગઈકાલ કરતા આજે કંઈક નવું જાણ્યું છે,
મેં મારા પરિશ્રમને જ મારું ઘરેણું માન્યું છે..

હજી તો ઘણું બધું શીખવાનું બાકી છે,
 જ્ઞાન સાગરમાં ડૂબકી લગાવવાની બાકી છે..

રોજ સવારે એક નવી ઉમંગ લાવું છું,
 કામને જ હું મારો ધ્યેય બનાવું છું..

નથી થાકવું મારે, બસ આગળ વધવું છે,
નવું નવું શીખીને જગત જીતવું છે.

શીખવાનો સફર – Audio Version
Share this:

મા, તું સૌથી ખાસ છે

ભગવાનની જો જોવી હોય મૂરત,
તો યાદ આવે તારી પ્યારી સૂરત.
આખી દુનિયા ભલે સામે થઈ જાય,
પણ માના આશીર્વાદ કદી ખાલી ના જાય.

મારા દુઃખમાં જે પોતે રડી લે છે,
મારા સુખમાં જે આખું જગ જીતી લે છે.
તારા હાથમાં જે જાદુ છે,
એમાં છુપાયેલા તારો અનંત આશીર્વાદ છે.

થાકીને જ્યારે હું ઘરે આવું છું,
તારા ખોળામાં જ સ્વર્ગ પામું છું.
શબ્દો ઓછા પડે તારા વખાણ માટે,
તે આખી જિંદગી તારી  અમારા પર વારી છે.

માંગુ બસ એટલું જ પ્રભુ પાસે,
તને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખે.
દિલથી કહું છું, મારી મા,
તારા વગર સૂની છે મારી આ દુનિયા.

મા, તું સૌથી ખાસ છે – Audio Version
Share this:

યાદોની મજા

સાથે રહેવું ગમે છે મને,
શું કોઈ શંકા છે તને?
પણ ક્યારેક એકાંત જોઈએ,
હૃદયને ટકોરા કરવાને મને.

નથી હું કંઈ કંટાળી તારાથી,
ના તો દૂરી ગમે છે મને.
બસ, તારા વિનાની પળોમાં,
સમજવી છે તારી કિંમત મને.

થોડી જગ્યા આપી જયારે,
લાગી તારી ખોટ હર પળે મને.
તારી કિંમત શું છે મારી અંદર,
એ વાત ત્યારે સમજાય છે મને.

આ તો એક નાનો પ્રયત્ન છે,
સંબંધને વધુ મજબૂત રાખવા છે મને.
થોડું દૂર રહીને કયારેક તારાથી ,
યાદોમાં રહેવાની મજા આવે છે મને.

યાદોની મજા – Audio Version

Share this: