તારું ઋણ

તું મને પ્રેમ કરે કે ના કરે,
હું હમેશાં તને કરતી રહીશ.

તું દિલ આપે કે ના આપે,
મારામાં તને વસાવી લઈશ.

તું મને રાખે કે ના પણ રાખે,
તને ને તારી પરિસ્થિતિને સમજી જઈશ.

તું મને કંઈ આપે કે ના આપે,
હું તને પ્રેમ હમેશાં આપતી જઈશ.

તું મારી લાગણીને સમજે કે નહી,
હું ભારોભાર તારા વર્ષાવતી રહીશ.

આપ્યું છે તે મને કંઈ એવું અનમોલ,
કે જનમ જનમ તારું ઋણ ચૂકાવતી રહીશ.

The Audio Version of ‘તારું ઋણ’

 

Share this:

34 thoughts on “તારું ઋણ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *