દીકરા મીત માટે…

હૈયું એનું ફૂલ જેવું, મદદ સૌને કરે,
કોઈની અપેક્ષા વગર, સેવા એ તો કરે.

સાચો એ ઇન્સાન છે, વરદાન સમો અણમોલ,
પ્રેમ એનો પરિવાર માટે, સૌથી છે અનમોલ.

જે કોઈ એને મળે અહીં, મોહી જાય એના પર,
નિર્મળ એનું હૈયું જાણે, દૂધ જેવું પવિત્ર ઘર.

વડીલોનો આદર કરે, આપે સૌને સાથ,
પરિવાર એની પ્રથમ પ્રીત, બીજી કોઈ ના વાત.

ખુશ રહે હંમેશા એ, એ જ દુઆ મારી,
સપનાં એનાં સાચાં થાય, પ્રભુ આ જ માંગું,
સદાય રહે ઈશ્વરનો હાથ, એ જ આશીર્વાદ માંગું.

P.S. લાંબા વિરામ પછી ફરી કલમ ઉપાડી છે, કારણ કે આજે મારા વહાલા દીકરાનો જન્મદિવસ છે! હવેથી નિયમિત લખતી રહીશ એવી પૂરી કોશિશ રહેશે.

દીકરા મીત માટે… – Audio Version
Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *