શાંતિ ભર્યો દિવસ

સવારના હળવા પવનમાં,
મનને શાંતિનો અનુભવ થાય..

સુરજની ઉગતી કિરણો સાથે,
નાનકડું સ્મિત મુખ પર આવી જાય..

ચાની ચૂસ્કીમાં શાંતિનો સ્વાદ,
વિચારોને આપી દીધો થોડો આરામ..

પંખીઓની ચહકમા , સંગીતનો સંવાદ,
દરેક ક્ષણમાં ખુશીનો જાણે એક અહેસાસ..

વૃક્ષોની છાયામાં સમય થંભી જાય,
કોઈ ઉતાવળ વગર મન શાંત થઈ જાય..

સાંજના રંગોમાં આકાશ રંગાઈ જાય,
દિવસનો થાક અચાનક ઓગળી જાય..

આવો દિવસ વારંવાર જો આવી જાય,
જીવવાની મજા કંઇક અલગ થઈ જાય..

શાંતિ ભર્યો દિવસ – Audio Version
Share this:

3 thoughts on “શાંતિ ભર્યો દિવસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *