Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

મારા દિલનો નવો ધબકાર

દીકરીની દીકરી ઘરે આવી, સુખથી ભરેલો સાગર લાવી.
નાનકડા સ્પર્શમાં પ્રેમ એવો, દિલમાં નવી હલચલ આવી.

નાની નાની આંખોમાં સ્વપ્નો, ચમકે ચાંદની રાત આવી.
જોઉં જ્યારે જ્યારે એને, જૂની કેટલીય યાદો લાવી.

નાના-નાનીના હૃદયમાં આજે, લાગણીઓનો ઉમંગ વરસાદ લાવી.
એક નાનકડા સ્પર્શથી, મજાની એક મોજ આવી.

હાથમાં ઝુલાવું ત્યારે લાગે, પ્રીતનું બાળપણ પાછી લાવી.
એના સ્મિતમાં જણે, જીવનની દરેક ખુશી મારે ખોળે આવી.

શબ્દો ઓછા પડે છે આજે, લાગણીઓની જાણે લહેરો આવી.
દીકરીની દીકરી આવ્યા જ, મારા દિલમાં નવો ધબકાર લાવી.

અનમોલ ખુશી એવી થઈ કે, જીવવા માટે વધુ ઉમંગ લાવી.
ભગવાનનો આ આશીર્વાદ,પરિવારમાં લક્ષ્મી રૂપે આવી.

મારા દિલનો નવો ધબકાર – Audio Version
Share this:

3 thoughts on “મારા દિલનો નવો ધબકાર”

  1. ❤️❤️🧿Super se bhi upper ❤️❤️, Vyaj nu Vyaj darek ne vahlu hoye n Dikri vahlo dariyo kidho che to Aa to dikri ni dikri . Stay blessed 💐!!

Leave a reply