પૂર્ણવિરામ

સંબંધોમાં કેટલાય બદલાવ આવતા હોય છે,
શરૂઆત થતા થતા તો પૂર્ણવિરામ થતા હોય છે.

તારી ખુશીમાં મારી ખુશી લોકો કહેતા હોય છે,
જીવનભરના દુ:ખનું કારણ એ જ બનતા હોય છે.

રોજ આખો દિવસ જેની સાથે વાત કરતા હોય છે,
એનો જ નંબર ફોનમાંથી કાઢી નાંખતા હોય છે.

આખી જિંદગી સાથે રહેવાના સપના જોતા હોય છે,
મારી ઊંઘ બગાડવાનું કારણ પણ એને જ આપતા હોય છે.

હાથમાં હાથ નાંખી જે હમેશાં સાથે ચાલતા હોય છે,
ક્યારેક એકબીજાને જોઈ રસ્તો બદલી નાંખતા હોય છે.

સંબંધો શું સાચે આટલા કાચા હોય છે?
તારી ભૂલ મારી ભૂલ કરતા આમ રોજ તૂટતા હોય છે.

ભરેલી આંખો અને ભારે હૃદયમાં પ્રસન્નો ઘણા થતા હોય છે,
કેમ આવો પ્રેમ લોકો એકબીજાને કરતા હોય છે?

The Audio Version of ‘પૂર્ણવિરામ’

Share this:

24 thoughts on “પૂર્ણવિરામ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *