‘હું’ છું એનુ કારણ છે ‘તું’

કંઇક કહેવું છે તને,
મારી ક​વિતાના દરેક શબ્દોનું, કારણ છે તું..

હું હસતી હોઉં છું જ્યારે,
મારા હાસ્યનું, કારણ છે તું..

નાદાન હતી અને કદાચ છું,
પણ મારી સમજણ છે તું..

તોફાની છું અને મારા દરેક તોફાનને,
સંભાળનારો છે તું..

વહેતી નદી જેવી હોઉં છું,
પણ હંમેશા મારો કિનારો છે તું..

હું કેમ ખુશ રહુ, એજ શોધતો રેહતો,
જાણી લે આજે, મારી દરેક ખુશીનું, કારણ છે તું..

અંધારા માં અટવાઇ જાઉ છું આ દુનિયાના,
એ અંધારામાં ઉજાસ નુ, કારણ છે તું..

બોલતીજ હોઉ છું પણ જો ચુપ હોઉ તો,
મારા મન ને ઓળખનારો, પણ છે તું..

ઘણા સપનાઓ જોતી હોઉં છું, બનાવતી હોઉં છું,
દરેક ને હકીકત બનાવનારો, છે તું..

ભૂલોથી ભરેલી છું, છતાં બન્ને હાથે,
ભેટનારો છે તું..

ના કરું પ્રેમ એવું કોઇ પણ કારણ જ નથી,
દરેક કારણ નુ કારણ છે તું..

વિશ્વાસની નજરથી નિહાળતો હંમેશા,
મારા માટે એ વિશ્વાસનો અર્થ છે તું..

પ્રીત-મીતથી ભર્યુ મારું જીવન,
આ જીવનનુ, કારણ છે તું..

માનું આભાર પ્રભુનો કે પછી તારો,
હું જે પણ છું આજે, એનુ કારણ છે તું..

P.S. I wrote this poem for my darling husband, Miten Shah on his last birthday. Janu, just to remind you again, you mean the world to me. ?

P.P.S. As I publish this poem, ‘Kaun Tujhe’ from ‘MS Dhoni: The Untold Story’ is playing in background. It is one of my all time favorite songs, which ALWAYS reminds me of him. ?

Share this:

મને તારી આદત પડતી જાય છે…

આવું કેમ થાય છે? કંઈક ન​વો મીઠો અનુભ​વ થાય છે
મને તારી આદત પડતી જાય છે..

રાત નાં અંધારા માં તારા વિચારૉ
ઉંઘ માં તારા સ્વપનો અને જ્યાં સ​વારમાં તું મારા હાથમાં દેખાય છે
આવું કેમ થાય છે? મને તારી આદત પડતી જાય છે..

હસતાં રમતાં તું મારા મુખ પર દેખાય છે
નાચું તો મારા નૃત્યમાં તું દેખાય છે
અવાર ન​વાર મારા શરીરનાં સ્પંદનોમાં દેખાય છે
આવું કેમ થાય છે? મને તારી આદત પડતી જાય છે..

ક્યારેક આંખમાંથી આંસુ બનીને વરસી જાય છે
તો ક્યારેક તું હૃદયમાં સ્મિત બનીને રેલાય છે
તું છે એનો આભાસ છે પણ તું નથી એ પણ હકીકત છે
બસ મને તારી આદત પડતી જાય છે..

દરેક પળમાં તારી રાહ હોય છે, તું ના હોય તો એક અકળામણ હોય છે
તારી નજરો નિહાળેછે અેની ખાતરી હોય છે
પણ સ્પર્શવા જાઉં તો તું અલોપ થઈ જાય છે
શું કરું તુંજ કહે મને તારી આદત પડતી જાય છે…

હક જતાવતા અટકી જાઉં છું, તને કંઈક કહેતા ડરી જાઉં છું
તારીજ છું છત્તા નથી સમજી શકતી કે સમજાવી શકતી
કેવી રીતે કહું કે તારી આદત થી હ​વે ડરી જાઉં છું..

હસતા-હસતા આંખ ભરાઈ જાય છે અને
રડતા-રડતા ક્યાંક હસી પડું છું
કેમ તને કહેતા કહેતા અટકી જાઉં છું
સાચે જ મારા મનને તારી આદત પડતી જાય છે
મને તારી આદત પડતી જાય છે…

Share this: