આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..
નિંદ્રારાણી જલ્દીથી પધારજો,
સપનામાં મુલાકાત થવાની છે..
ખુલી આંખોમાં એક ખળભળાટ છે,
રાત્રિની આતુરતાથી રાહ જોવાની છે..
આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..
કાગળ-કલમ બસ કંઈ સાથ ના આપે,
કેમ તારી રાહ જોવાની છે..
ડરથી મારું મન અકળાયું છે,
કશેક તમારી ખોટ વર્તાણી છે..
આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..
લાગણીથી આજે હૈયું ભરાયું છે,
ખુશીની એક આશ દેખાણી છે..
નેત્રોથી નીહાળીશ, હૃદયથી સ્પર્શીશ
લાગે છે અશ્રુની ધાર વહેવાની છે..
નિંદ્રારાણી દગો ના દેતા,
તમે ન આવ્યા તો મુલાકાત અટકવાની છે..
આજે આવીને સપનામાં મળજો,
ખાનગી એક ખાસ વાત કહેવાની છે..