Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114 Nikki – Page 23 – Nikki Ni Kavita
લખવું છે પણ મારા વિચારો ડગે છે,
દેખી આજુબાજુની ઈર્ષા મન મારુ ભમે છે,
ક્યારેક બાળકોમાં આટલું અંતર કેમ લોકો કરે છે,
જોઈ આજ ભેદભાવ મન મારુ રડે છે,
નથી જવું આ રસ્તે પણ પગ ત્યાં જ વળે છે,
કેમ આ વાતો મને આટલી નડે છે,
લખવું છે કંઈ સારું પણ શબ્દો મારા ડગે છે,
ક્યારેક સુખની શોધમાં રસ્તામાં દુ:ખ જ આમ મળે છે,
કેટલું પણ કરીએ થોડું ઓછું પડે છે,
પ્રશંસાના રસ્તામાં સાલુ નસીબ કાચું પડે છે.
આપણા આ દોડધામવાળા જીવનમાં આપણે આજ તો ભૂલી જઈએ છીએ. ભૂલો શોધ્યા વગર પણ મળી જાય છે, પણ જ્યારે પ્રશંસાની વાત આવે ત્યારે ઘણી હિંમત કરવી પડે છે. કેમ? સાચે શું અઘરું છે કોઈની પ્રશંસા કરવું? સાચે શું અઘરું છે કોઈના માટે બે સારા બોલ બોલવું ?
જ્યારે આપણે કે કોઈ આપણા માટે કંઈ પણ સારું કરે તો આપણે appreciate કરવું જ જોઈએ. પ્રશંસા કરવાથી દિલ જીતાય છે. અનુભવના આધારે જ આજે કહું છું, બે બોલ સારા સાંભળવા સૌને ગમે છે. જ્યારે કોઈ આપણા માટે એનો સમય આપે, તમને કંઈ પણ ગમે એવું કરે તો શું આપણે એના વખાણ ના કરી શકીએ ? એકવાર કરીને જોજો એ વ્યકિત જે પણ તમારા માટે કરતી હશે એના કરતા ઘણું વધારે એને કરવાની ઇચ્છા પણ થશે.
આજે આપણા જ પરિવારમાં તમારા માટે એક પણ વ્યકિત કોઈ સારું કરે અને જો તમને અંદરથી ખુશી આપતું હોય તો please જઈને એ વ્યકિતને કહો કે એનાથી તમે ખૂબ ખુશ છો, સાચું કહું છું તમે ખુશ હશો એના કરતા એ વ્યકિતની ખુશી ઘણી વધારે હશે કારણકે પ્રશંસા સૌને ગમે છે.
કોઈ તમને કહે કે તારી ‘ચા’ ખૂબ જ સરસ બને છે તો તમને વારંવાર એ વ્યકિત માટે ‘ચા’ બનાવવાની ઇચ્છા થશે અને તમે એ ‘ચા’ માં ખાલી સાકરની જ નહી તમારા પ્રેમની મીઠાશ પણ ભરશો અને કોઈ તમારી રસોઈ કે પછી કશામાં પણ ખોડ-ખાંપણ કાઢશે તો તમને એ વ્યકિત માટ કોઈ સારો ભાવ થશે નહી. સાચું કહો તમે મારી વાત સાથે સહમત છો કે નહી ? માટે જ પ્રશંસા ખૂબ જરૂરી છે કારણકે જો તમને પ્રશંસા ગમે છે તો દરેક વ્યકિતને પણ ગમે છે.
આજથી આટલું નક્કી કરો બધામાં સારું જોઈ એમના માટે બે બોલ પણ સારા બોલી દિલથી પ્રશંસા કરો ખૂબ જરૂરી છે આ.
_____એક વાત પૂછું? તમને કેવા ચહેરા ગમે? ઉદાસ, ગુસ્સાવાળા, નારાજ કે પછી હસતા અને ખુશ? ઘણો જ સરળ છે આનો જવાબ, મને પણ હસતા ચહેરાઓ જ ગમે છે તમારી જેમ.
_____આમ તો હું હમેશાં હસતી જ હોઉં છું પણ ક્યારેક હું કોઈ કારણથી ઉદાસ હોઉં તો એની અસર મેં મારી આજુબાજુમાં રહેતી દરેક વ્યક્તિ પર જોઈ છે. મારા માટે અને તમારા માટે આપણી આસપાસની દરેક વ્યક્ત ખૂબ જ મહત્વની હોય છે, પણ આપણી ઉદાસી આ દરેક વ્યક્ત વાંચી શકે છે કારણકે આપણે ઉદાસ હોઈએ ત્યારે હસતા નથી અને ક્યારેક એની અસર બધા પર જોઈ શકીએ છીએ.
_____વાત ખૂબ જ નાની છે, આપણે જેવું આપીએ સામે આપણને એ જ મળશે. એક હાસ્ય આપો અને જુઓ સામે શું મળશે? મેં ઘણા વખતથી નક્કી કર્યું છે કે જેટલાને પણ મળું એક મીઠા હાસ્ય સાથે મળું કારણકે એક વાત ચોક્કસ છે મને સામે હાસ્ય જ મળશે. શરૂઆત મે મારા ઘરની દરેક વ્યક્તિથી કરી અને ધીરેધીરે એમા નંબરો વધતા ગયા. આ હાસ્ય ક્યારેક એમના દુ:ખો ભૂલવાનું કારણ બની શકે છે અને આપણા પણ ભુલાવી શકે છે. આ હાસ્ય એક તમારા ઘરે કામ કરતી વ્યક્તિને એમના પરિવારથી દૂર નથી પણ આજ એનો પરિવાર છે એવી લાગણી આપે છે.નિશાળે જતા બાળકને હસતા મોકલીએ તો એ પણ બધાં સાથે હસીને મળશે.ઓફિસે જતા પતિને હસતા મોકલીએ તો કદાચ આપણો હસતો ચહેરો આખો દિવસ એની સામે રમતો રહેશે અને કામ કરવાની મજા ઘણી વધી જશે. કોઈ ભરી મહેફિલમાં તમારો હસતો ચહેરો ત્યાં ઊભેલી દરેક વ્યક્તિને દેખાશે અને એક ગજબની હકારાત્મક લાગણી તમે ત્યાંથી નિકળશો પછી પણ રહેશે.
_____મારા અનુભવથી હું કહું છું, જ્યારે આસપાસની દરેક વ્યકિત ખુશ જોઈએ છીએ તો ઘણી ખુશી આપણને પણ મળે છે., તો એક નાનકડું હાસ્ય આપી કેમ લોકોને ખુશ ના કરીએ. એક હાસ્યથી જ બધુ સરળ રહેતું હોય તો કેમ જીવનને અઘરું બનાવીએ છીએ.
_____માટે જ કહું છું બસ આટલું જ કરીએ, “ ચાલો હસીએ અને થોડું સૌને હસાવીએ.” 😊
The Audio Version of ‘ચાલો હસીએ અને થોડું સૌને હસાવીએ’