જિંદગી તારે નામ

ખાલી છે ગુમસુમ દુનિયા તારી,
લાવ ભરી દઉં પ્રેમથી જિંદગી તારી.
નથી દેતા સૌ દગો, જોઈલે આંખોને ખોલી તારી.
કરીને જો વિશ્વાસ થોડો, ઊભી છું હું પડખે તારી.
કેમ રહે છે અતડો તું સૌથી?
ફીતરત નથી સરખી સૌની, સમજી લે વાત કરું મારી.
નજરો ફેરવીને જોઈલે હવે તુ તારી,
સમજે છે એટલી નથી કંઈ દુિનયા ખારી.
થામીને મારો હાથ તું ફરીલે,
જિંદગીની દરેક પળ લાગશે તને સારી.
એકવાર બનાવીને જોઈલે તું મને તારી,

લખી દઈશ જિંદગી તારે નામ હું મારી.

The Audio Version of ‘જિંદગી તારે નામ’

Share this:

14 thoughts on “જિંદગી તારે નામ”

Leave a reply