જવાબ આપી દે

આવતા જતા થોડો હાલચાલ પૂછી લે,
ઘડીક બેસી થોડી વાતચીત તો કરી લે,
હાથ પકડી મારો સાથ થામી લે,
લાગી છે લગની એવુ એક વચન આપી દે,
ખાલી મારા મનને સ્નેહ થી હવે તો તું ભરી દે,
લખી લખીને થાકી મારા શબ્દો ને વાંચી લે,
આપણા આ સંબંધને હવેતો એક નામ આપી દે,
પ્રેમ છે કે નહી ઈશારાથી બસ કહી દે,

કંઈ નહીં તો મારા એક સવાલનો જવાબ તું આપી દે!

The Audio Version of ‘જવાબ આપી દે’

 

Share this:

18 thoughts on “જવાબ આપી દે”

Leave a reply