તારા જેવો દોસ્ત 

શબ્દો ઘટી પડયા આજે,
તારા પરિચય માટે મારા દોસ્ત.
કેમ કરીને કહું તને,
મારા માટે કેટલો ખાસ છે તું દોસ્ત.

કશે પણ અટવાઈ જ્યારે,
પડછાયો બનીને ઊભો હોય છે તું દોસ્ત.
ભૂલી જાઉં તારો જન્મદિવસ,
તો પણ કેટલો શાંત હોય છે તું દોસ્ત.

એક વસ્તુ મને વારંવાર શિખવાડે,
ગજબની સમતા તારામાં છે દોસ્ત.
થાકીને અકળાઈ જતી હું,
પણ હાર કદી ના માને તું મારા દોસ્ત.

કેટલો દૂર છે તું આમ,
બધાથી નજીક લાગે તું મને દોસ્ત.
શહેરના એક ખૂણેથી બીજે ખૂણે,
માત્ર તું જ આવી શકે મારા દોસ્ત.

નીકીની કવિતા આજે જયાં પણ છે,
એનો ઘણો શ્રેય તને જ મળે મારા દોસ્ત.
નસીબ હોય તો જ મળી શકે,
કોઈને તારા જેવો એક દોસ્ત.

The Audio Version of ‘તારા જેવો દોસ્ત’

Share this:

18 thoughts on “તારા જેવો દોસ્ત ”

Leave a reply