લાગ્યું મનને

નજરથી તમને ક્યાંક જોયા હતાં,
એવું લાગ્યું આજે મનને.

નજરો મળી ને નમી હતી ત્યારે,
એવું લાગ્યું આજે મનને.

ખોલી નજરો ત્યારે જોયાં તમને,
એવું લાગ્યું આજે મનને.

એ જ નજરથી વહી અશ્રુની ધાર,
એવું લાગ્યું આજે મનને.

દિલ તૂટ્યું ને સપના પણ તૂટ્યાં,
એવું લાગ્યું આજે મનને.

નથી આજે એ નજર મારી પાસે,
જે તમને સમજી શકે કે તમારી બની શકે,
એવું લાગ્યું આજે મનને.

Share this:

13 thoughts on “લાગ્યું મનને”

  1. ” મળે જયાં લાગણી
    ના ખજાના..,,
    સબંધ એજ લાગે છે
    મજાના…!!!” …. nice poem nikki

Leave a reply