ચલને તને પ્રેમ કરી લઉં

નાનકડી એક વાત કહી દઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં .

આંખોને થોડી ઠંડક આપી દઉં,
તને જોઈને જરા શ્વાસ લઈ લઉં.

જિંદગીના સુખ દુ:ખ તારી સાથે માણી લઉં,
તારી છાયામાં આ જીવન જીવી લઉં.

કદી ના તૂટે એવી કસમ આપી દઉં,
બસ તારી માટે આ દુનિયાથી લડી લઉં.

નાનકડી એક વાત કહી દઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં.

રોજ તારી સાથે થોડી ગુપચુપ કરી લઉં,
તારી એજ વાતોમાં મારી સાંજો પૂરી લઉં.

બેસ મારી પાસે જરા તને સ્પર્શ કરી લઉં,
તારા હાથોમાં હાથ આપી આ જિંદગી પસાર કરી લઉં.

નાનકડી એક વાત કહી દઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં.

ઠંડી ઠંડી રાતોને તારી યાદોથી ભરી લઉં,
સપનામાં તો આવીને મળીજા, મારા દિલની વાત કહી દઉં.

તને ખોવાનાં ડરથી કેમ દૂર જતી રહું,
ચલને હવે તને પ્રેમ જ કરી લઉં,
મન કરે છે તારા પર વિશ્વાસ કરી લઉં.

The Audio Version of ‘ચલને તને પ્રેમ કરી લઉં’

Share this:

22 thoughts on “ચલને તને પ્રેમ કરી લઉં”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *