સીધી સાદી તારી પ્રકૃતિ,
મારા મનને મોહી જાય રે!!
લખી લઉં એક પંક્તિ ,
તારું ભોળપણ મને ગમી જાય રે!!
જોઈ સાદગી આ દિલ,
તારા તરફ ઢળી જાય રે!!
બાંધી દઉં બસ એક નાતો,
તારું ભોળપણ મને ગમી જાય રે!!
કરી દઉં કાળો ટીકો,
મારી જ નજર વા લાગી જાય રે!!
કાશ શબ્દોમાં વ્યક્ત કરી શકું ,
તારું ભોળપણ મને ગમી જાય રે!!
સરળતા ભરેલી તારી સમજણ,
અચરજ પમાડી જાય રે!!
ચંચળ મારા મનને,
તારું ભોળપણ મને ગમી જાય રે!!
પ્રેમ જોઈ તારો નિર્ભેળ ,
અંતર ગદગદી જાય રે!!
લખી દીધી એક કવિતા,
તારું ભોળપણ મને ગમી જાય રે!!
The Audio Version of ‘ભોળપણ’