સમજની બહાર આજે શબ્દો શોધી રહી છું,
લખવા માટે એક વિષય વિચારી રહી છું.
દોષો હું મારા જ કેમ છુપાડી રહી છું,
ને અકળામણનું કારણ બીજા પર ઢોળી રહી છું.
માનસિક ધમાલોથી ભાગી રહી છું,
ને પરિસ્થિતિ ને અપનાવતા કેમ ડરી રહી છું.
જાણું છું અપેક્ષાના કારણે જ દુ:ખી થઈ રહી છું,
વધુ નહી પણ પ્રશંસાના બે શબ્દ માંગી રહી છું.
રોજ બરોજ નવા બહાના શોધી રહી છું,
બીજાને નહી બસ હવે ખુદને સમજવાની કોશિશ કરી રહી છું.
The Audio Version of ‘પ્રશંસાના બે શબ્દ’